ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં મોટી કાર્યવાહી, BJPમાંથી 34 કાર્યકરો સસ્પેન્ડ

ખેડાઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બીજેપીએ મોટી કાર્યવાહી કરી છે. પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા 34 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાંચ નગરપાલિકા સહિત બે તાલુકા પંચાયતના કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મહુધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિધિબેન પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન મહેશ પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખેડા શહેર યુવા મોરચા પ્રમુખ ભુપેન્દ્ર ગોહિલ સહિત અન્ય બે કાર્યકરોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, અલગ અલગ રીતે પાર્ટી સાથે ગદ્દારી કરતા પાર્ટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ દ્વારા કાર્યકરો સામે લાલ આંખ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ પક્ષમાંથી સસ્પેન્ડ કરતા ભારે તર્કવિતર્ક સર્જાયા છે.