ખેડામાં SOGએ નકલી નોટોનું છાપવાનું કારખાનું ઝડપ્યું, બે આરોપીની ધરપકડ
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/Kheda-Nadiad-SOG.jpg)
ખેડાઃ જિલ્લામાં નકલી ચલણી નોટો છાપવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ખેડા SOG પોલીસે રૂપિયા એક લાખથી વધુની નકલી ચલણી નોટો સાથે બે લોકોની ધરપકડ કરી છે.
નડિયાદ શહેરમાં આવેલા વ્હોરવાડ વિસ્તારમાં ધૂપેલીના ખાંચામાં નકલી નોટો છાપવાનું કારખાનું ચાલતું હતું. 100, 200 અને 500 રૂપિયાની નકલી ચલણી નોટો છાપવામાં આવતી હતી.
આ મામલે આરોપી મહમ્મદશરીફ ઉર્ફે શાહુ મહેબુબભાઇ મલેક અને અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઇ અલાદની ધરપકડ કરવામાં આવી છે. આ બંને યુવકો નકલી ચલણી નોટો છાપતા હતા.
SOG પોલીસે પ્રિન્ટર, નોટો છાપવાની સામગ્રી સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે. નોટો બજારમાં ફરતી કરી હતી કે કેમ તે બાબતે આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા પોલીસ કામગીરી કરવામાં આવશે.