February 22, 2025

મહિલાઓના ચેકઅપનો વીડિયો વાયરલ કરવા મામલે મોટો ખુલાસો, વીડિયો રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલનો

Payal Maternity Hospital Rajkot: મહિલાઓના ચેકઅપનો વીડિયો વાયરલ કરવા મામલે મોટો ખુલાસો થયો છે. વાયરલ વીડિયો રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલનો છે. મેઘા MBBS નામની ચેનલમાં આ પ્રકારના વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ જ નામથી ટેલિગ્રામ ચેનલ પણ બનાવવામાં આવી છે. આ વીડિયો 17-12-2024નો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા કરો આ કામ, ચહેરો ચાંદની જેમ ચમકી જશે

વીડિયો વાયરલ કરવાની કલમ હેઠળ ગુનો
તેમાં પણ આવા વીડિયો વાયરલ કરવામાં આવ્યા છે. આમાં માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યોના વીડિયો પણ આમાં મૂકવામાં આવે છે. આ ચેનલમાં સબસ્ક્રિપ્શન પણ રાખવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત સરકાર સહિત સાયબર ક્રાઇમ વિભાગ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ત્યારે આ મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ટેલિગ્રામ ગ્રુપ અને યુટ્યુબ ચેનલ બનાવનારા વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. મેઘા MBBS નામની યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપની તપાસ શરૂ કરી કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ આઇટી એક્ટ 66 ઈ, 67 કલમ હેઠળ ગુનો નોધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. કોઈની પ્રાઇવસી ભંગ કરવી અને સોશિયલ મીડિયામાં અંગત વીડિયો વાયરલ કરવાની કલમ હેઠળ ગુનો નોંધાઈ રહ્યો છે.