February 22, 2025

યોજનાઓનો લાભ જન જન સુધી પહોંચે એ માટે સેવા રથનું રિવાબા જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

Rivaba Jadeja: કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જન જન સુધી પહોંચે એ માટે સેવા રથ ને લઈને લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી. આજે જામનગર શહેરના 78 ઉત્તર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું.

સેવા રથનું લોકાર્પણ કરવામાં આવ્યું
જામનગર શહેરના વોર્ડ નંબર 2 માં ગાંધીનગર રોડ વિસ્તારમાં ઇછેશ્વર મહાદેવના મંદિર પાસે આજે આ કાર્યક્રમ ધારાસભ્ય રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. જેમાં જામનગર શહેરના દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા તેમજ પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી તથા મનપાના પદાધિકારીઓ, ભાજપના આગેવાનો અને શહેરીજનોની ઉપસ્થિતિમાં સેવા રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: મહિલાઓના ચેકઅપનો વીડિયો વાયરલ કરવા મામલે મોટો ખુલાસો, વીડિયો રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલનો

કેન્દ્ર સરકારની સેવાઓ આપવામાં આવશે
આ સેવા રથ થકી સરકારી યોજનાઓ આપના દ્વારેના માધ્યમથી સેવા રથના પરિભ્રમણના પગલે લોકોને જાતિ અને આવકના દાખલાઓ, દિવ્યાંગ સહાય યોજના, ડિજિટલ વિદ્યાર્થી સ્કોલરશીપ યોજના, મુખ્યમંત્રી રાહત ફંડ, કુંવરબાઈનું મામેરું યોજના, RTE યોજના, કેન્દ્ર અને રાજ્ય સરકારી ભરતીનાં ફોર્મ ભરવા, EWS સર્ટિફિકેટ (બિન અનામત ઉમેદવાર), ઓબીસી ક્રિમિલેયર સર્ટિફિકેટ સહિતની રાજ્ય અને કેન્દ્ર સરકારની સેવાઓ આપવામાં આવશે.