છોટા ઉદેપુરમાં કોનું રાજ સ્થપાશે? એકપણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/Chhota-Udaipur-Local-Body-Elections.jpg)
છોટા ઉદેપુરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે તમામ બેઠક પર પરિણામોની જાહેરાત કરવામાં આવી રહી છે. તેમાં છોટા ઉદેપુરની કુલ 28 બેઠક પર પણ પરિણામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી નથી મળી રહી.
આંકડા પર નજર કરીએ તો, BJPએ 8, કોંગ્રેસે 1, BSPએ 4, અપક્ષે 5, સર્વ સમાજ પાર્ટીએ 4 અને સમાજવાદી પાર્ટીએ 6 બેઠક જીતી છે. ત્યારે આંકડા પ્રમાણે જોઈ શકાય છે કે, છોટા ઉદેપુરમાં એકપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. હવે પ્રશ્ન એ થાય છે કે, નગરપાલિકામાં કઈ પાર્ટી બોડી બનાવશે.
નિયમ પ્રમાણે, કોઈપણ પક્ષને બોડી બનાવવી હોય તો સ્પષ્ટ બહુમતી જરૂરી છે. તેના માટે એક તૃતીયાંશ બેઠક જીતવી જરૂરી છે. આમ, છોટા ઉદેપુરમાં બહુમતી માટે ઓછામાં ઓછી 18 બેઠક જીતવી પડે. પરંતુ કોઈપણ પક્ષ એક તૃતીયાંશ બેઠક જીતી શક્યું નથી. ત્યારે હવે કયો પક્ષ બહુમતી સાબિત કરે છે તે જોવું જરૂરી રહેશે.