વિધાનસભા પરિસર બહાર કોંગ્રેસનો વિરોધ, ખેડૂતોની દેવા માફી સહિત OPS લાગુ કરવાની માગ

ગાંધીનગરઃ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ થવાનું છે. ત્યારે વિધાનસભા પરિસરમાં કોંગ્રેસી ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો છે. વિવિધ મુદ્દાઓને લઈને કોંગી ધારાસભ્યોએ વિરોધ કર્યો છે.
બજેટ સત્રના બીજા દિવસે પણ વિરોધ યથાવત્ છે. નાણામંત્રી કનુ દેસાઈ બજેટ લઈને આવે તે પહેલા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોની દેવા માફી અને OPS લાગુ કરવાની માગણી કરી છે. આ ઉપરાંત લાડલી બહેનોને મહિને 3 હજાર રૂપિયાની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે.