Gujarat Budget 2025: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ રૂપિયા 2782 કરોડની જોગવાઇ

Gujarat Budget 2025: અમારી સરકારે સ્વરોજગાર થકી આર્થિક વિકાસ માટે કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ રૂપિયા 2782 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને સુદ્રઢ કરવા રૂપિયા 206 કરોડની જોગવાઇ, જે પૈકી આદિજાતિ વિસ્તાર માટે રૂપિયા 73 કરોડની જોગવાઇ.
- શ્રમિક બસેરા યોજના માટે 200 કરોડની જોગવાઇ.
- ઔદ્યોગિક એકમોમાં કુશળ કારીગરો પૂરા પાડવા માટે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત 122 કરોડની જોગવાઇ.
- શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત 90 કરોડની જોગવાઇ.
- બાંધકામ શ્રમિકોને કૌશલ્ય-ધ-સ્કીલ યુનિવર્સિટી મારફતે કૌશલ્ય વર્ધન તાલીમ આપવા 75 કરોડની જોગવાઇ.
- સરકારી અને ગ્રાન્ટેડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સ્ટાઈપેન્ડના હાલના દરોમાં વધારો કરી તાલીમાર્થી દીઠ માસિક 500 કરવામાં આવે છે. જેના માટે 70 કરોડની જોગવાઇ.
- ધન્વંતરિ આરોગ્ય રથ યોજના અંતર્ગત 50 કરોડની જોગવાઇ.
- સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓની પ્રાયોગિક તાલીમ, અદ્યતન મશીનરી અપગ્રેડ કરવા માટે 42 કરોડની જોગવાઇ.
- કૌશલ્ય-ધ-સ્કીલ યુનિવર્સિટી ખાતે ક્ષમતા નિર્માણ અને તાલીમ માટે 40 કરોડની જોગવાઇ.
- ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલી યોજનાઓ માટે 29 કરોડની જોગવાઇ.
- કૌશલ્ય-ધ-સ્કીલ યુનિવર્સિટીના બાંધકામ માટે 27 કરોડની જોગવાઇ.