કાયદા વિભાગ માટે કુલ 2654 કરોડની જોગવાઈ, જાણો કઈ જાહેરાત કરી

ગાંધીનગરઃ નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં આજે વર્ષ 2025-26 માટે બજેટ રજૂ કર્યું હતું. તેમાં દરેક વિભાગની જાહેરાત કરવામાં આવી છે. આવો જાણીએ કાયદા વિભાગ માટે શું જાહેરાત કરવામાં આવી છે.
- દરેક વ્યકિતને સુગમતાથી અને સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદ્રઢ કરવામાં આવશે.
- અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા રાજ્ય સરકાર કાર્યરત છે.
- વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે 308 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાંકના મકાનો માટે 165 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- હાઇકોર્ટના ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિઝિટાઇઝેશન માટે 28 કરોડની જાહેરાત કરવામાં આવી છે.