February 22, 2025

મોહમ્મદ શમીએ કોને ફ્લાઈંગ કિસ આપી હતી? કર્યો આ ખુલાસો

IND vs BAN: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. શમીએ મેદાનમાં વાપસી કરતાની સાથે 5 વિકેટ ઝડપી લીધી હતી. શમીએ DI માં 200 વિકેટનો આંકડો પણ પૂરો કરી દીધો છે. આ વચ્ચે એક સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં મેચ પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શમીએ આ રહસ્ય ખોલ્યું છે.

આ પણ વાંચો: વોટ્સએપે મોટી કાર્યવાહી કરી, 84 લાખથી વધુ ભારતીય યુઝર્સના એકાઉન્ટ કર્યા બ્લોક

ફ્લાઇંગ કિસ મારા પિતા માટે હતી
મોહમ્મદ શમી લાંબા સમય પછી મેદાનમાં પાછો ફર્યો પછી બધાને એવું હતું કે તે ફરી ફોર્મમાં પાછો આવશે કે નહીં. પરંતુ લોકોની શંકા તેણે દૂર કરી હતી. મેચમાં 5 વિકેટ લઈને જોરદાર કમબેક કર્યું હતું. મેચ પછી, શમીએ તેના ફ્લાઈંગ કિસ સેલિબ્રેશન વિશે કહ્યું કે ફ્લાઈંગ કિસ મારા પિતા માટે હતી. તે મારો આદર્શ છે, મહેનત મારી છે, પ્રાર્થનાઓ તમારી છે અને આપનાર ભગવાન તરફથી છે. મોહમ્મદ શમીના પિતાનું જાન્યુઆરી 2017 માં હાર્ટ એટેકથી અવસાન થયું હતું.