February 23, 2025

રાજકોટની હોસ્પિટલના વાયરલ વીડિયોનો મામલો, ત્રણેય આરોપીનાં 7 દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદઃ રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના વીડિયો વાયરલ કરનારા ત્રણેય આરોપીને સાયબર ક્રાઇમ વિભાગે મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે મેટ્રો કોર્ટે ત્રણેયના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આરોપી પ્રજ્વલ તૈલી, ચંદ્રપ્રકાશ ફુલચંદ અને પ્રજ પાટીલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આરોપીઓએ CCTV હેક કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ત્યારે સાયબર ક્રાઇમ વિભાગે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી હતી અને માત્ર 48 કલાકમાં જ ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.

આરોપીઓએ મેઘા MBBS YouTube ચેનલ સહિત અલગ અલગ I’d બનાવ્યા હતા. ત્યારે સાયબર ક્રાઇમ વિભાગે તપાસ કરતા આવા 20 જેટલા ટેલિગ્રામ ID મળી આવ્યા હતા. આરોપીઓએ હોસ્પિટલના CCTV હેક કરી મહિલાઓને આપવામાં આવતા ઇન્જેક્શનના વીડિયો વાયરલ કર્યા હતા. ત્યારે પોલીસે આ મામલે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પરંતુ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.