BZ ફાઇનાન્સ કેસમાં CID ક્રાઇમ દ્વારા ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં 7 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ

જયેશ ચૌહાણ, અમદાવાદ: BZ ફાઇનાન્સ કેસમાં CID ક્રાઇમ દ્વારા ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં 7 આરોપી વિરુદ્ધ 22000 પેજની ચાર્જશીટ રજૂ કરી છે. આરોપી વિશાલસિંહ ઝાલા, દિલીપસિંહ સોલંકી, આશિક ભરથરી, સંજયસિંહ પરમાર, રાહુલ રાઠોડ,રણવીરસિંહ ચૌહાણ અને મયુર દરજી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા 6 આરોપીઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા, કિરણ ચૌહાણ, નરેશ પ્રજાપતિ વિનોદ પટેલ, ગુણવંતસિંહ રાઠોડ અને કમલેશ ચૌહાણ વિરુદ્ધ ચાર્જશીટ હજુ બાકી છે.
સમગ્ર કેસમાં હજુ 15 જેટલા આરોપીની ધરપકડ બાકી છે. 655 સાક્ષીઓના નિવેદન કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. CID ક્રાઈમે ચાર્જશીટમાં 11183 રોકાણકારોના 422.96 કરોડનું કૌભાંડ દર્શાવ્યું છે. હાલ કુલ 6866 રોકાણકારોને રૂપિયા 172 કરોડ રૂપિયા ચૂકવવાના હાલ બાકી છે. તમામ આરોપીઓ પૈકી કુલ 10 આરોપી BZ ફાઇનાન્સ સર્વિસની દિવ્ય દ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ જોવા મળ્યા છે. તે લોકો રોકાણકારો સાથે અવાર નવાર બેઠકો પણ કરતા હતા. BZ ફાઇનાન્સની અલગ અલગ જિલ્લામાં આશરે 14 જેટલી ઓફિસો જોવા મળી છે.
આરોપી વિશાલસિંહ ઝાલાનો રોલ
વિશાલસિંહ ઝાલાએ 117 રોકાણકારો પાસેથી 5.50 કરોડનું રોકાણ કરાવ્યું હતું. BZ ફાઇનાન્સ સર્વિસના નામે 100થી 300 રૂપિયાના સ્ટેમ્પ કો ઓપરેટિવ બેંકમાંથી કુલ 12518 સ્ટેમ્પ પેપરની ખરીદી કરવામાં આવી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલાના બેંક ખાતામાંથી વિશાલસિંહ ઝાલાના બેંક ખાતામાં કુલ 19.7લાખ રૂપિયા જમા થયા હતા.
આરોપી દિલીપસિંહ સોલંકીનો રોલ
આરોપી દિલીપસિંહ સોલંકી કુલ પાંચ આઈડી દ્વારા 33 રોકડકારોના 47.5 લાખનું રોકાણ કરાવ્યું હતું. આરોપીએ કુલ 1.20 કરોડ જેટલી રકમ ઉઘરાવેલ હોવાના પુરાવા મળ્યા છે.
આરોપી આશિક ભરથરીનો રોલ
આશિક ભરથરીએ કુલ 10 રોકાણકારોનું રોકાણ કરાવી 1,80,000 કમિશન મેળવ્યું હતું. આરોપીએ 44 લાખ રૂપિયાની લેવડદેવડ કરી હતી.
આરોપી સંજયસિંહ પરમારનો રોલ
સંજયસિંહ પરમારે કુલ 14 રોકાણકારોને 1.71 કરોડનો રોકાણ કરાવ્યું હતું. આરોપી દ્વારા 4.56 કરોડ જેટલી રોકડ ઉઘરાવી હતી.
આરોપી રાહુલ રાઠોડનો રોલ
રાહુલ રાઠોડ 47 રોકાણકારોને લઈને 40.75 લાખનું રોકાણ કરાવ્યું હતું. આરોપીએ 17.40 લાખના રોકડ વ્યવહાર કર્યા હતા.
આરોપી રણવીરસિંહ ચોહાણનો રોલ
કુલ 302 રોકાણકારોનું 5.98 કરોડનું રોકાણ કરાવ્યું હતું.
આરોપી મયુર દરજીનો રોલ
આરોપી મયુર દરજી 325 રોકાણકારોનું 8.72 કરોડ જેટલું રોકાણ કરાવ્યું હતું. મયુર દરજીએ રોકાણકારો પાસેથી આશરે 4 કરોડ જેટલી રકમ રોકડ ઉઘરાવી હતી.