February 23, 2025

IND vs PAK: પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં સૌથી વધુ રન કોણે બનાવ્યા છે?

IND vs PAK: આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ છે. જેની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારે પણ આ બંને ટીમ આમને સામને આવે છે ત્યારે દુનિયાભરના લાખોની સંખ્યામાં મેચ જોવા માટે ઉત્સુક હોય છે. ત્યારે તમામ ક્રિકેટ ચાહકોને હવે આવતીકાલની રાહ છે. આવો જાણીએ પાકિસ્તાન સામે વનડેમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ વિશે.

રોહિત શર્મા છે આગળ
પાકિસ્તાનની ટીમ પણ નબળી નથી. તેની સામે ટકી રહેવું એટલે અઘરી વાત તો ખરી જ. પાકિસ્તાન સામે વનડેમાં સૌથી વધુ રન સચિન તેંડુલકરના છે. તેણે 2526 રન બનાવ્યા છે. જોકે હવે સચિન તેંડુલકર નિવૃત્ત થઈ ગયા છે. હાલની વાત કરવામાં આવે તો રોહિતનું રન બાબતે નામ આગળ આવે છે. પાકિસ્તાન સામે સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ રોહિતનના નામે છે. રોહિતે પાકિસ્તાન સામે 19 મેચમાં 51.35 ની પ્રભાવશાળી સરેરાશથી 873 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા સંત પ્રેમાનંદે ટીમ ઈન્ડિયાને ગુરુમંત્ર આપ્યો

રોહિત શર્મા પછી વિરાટનું નામ
રોહિત પછી વિરાટનું નામ પાકિસ્તાન સામે રન બનાવવામાં આવે છે. પાકિસ્તાન સામે રોહિતે 16 વનડેમાં 52.15 સરેરાશથી 678 રન બનાવ્યા છે. પાકિસ્તાનની ટીમની વાત કરવામાં આવે તો બર આઝમે આઠ મેચમાં 218 રન બનાવ્યા છે. દુબઈના મેદાનની વાત કરવામાં આવે તો ટીમ ઈન્ડિયાએ 7 ODI મેચમાંથી 6 મેચ જીતી છે અને એક એવી મેચ હતી જે ટાઇ થઈ હતી.