કોહલીની સદી પહેલા ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમનો વીડિયો થયો વાયરલ, રોહિતના આ હાવભાવે ચોંકાવ્યા

IND vs PAK: ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પાકિસ્તાન સામે રમેલી મેચમાં 6 વિકેટથી જીતી પ્રાપ્ત કરી લીધી છે. ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો હીરો વિરાટ સાબિત થયો હતો. વિરાટે શાનદાર સદી ફટકારી હતી. વિરાટ પર થઈ રહેલા દરેક સવાલ પર તેણે જવાબ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાનો દુબઈના મેદાન પર દબદબો જોવા મળ્યો હતો. પાકિસ્તાની હોય કે ભારતીય હોય તમામની નજર વિરાટ પર રહેલી હતી. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રોહિતના એવા હાવભાવ હતા કે બધા જોતાને જોતા જ રહી ગયા હતા.
View this post on Instagram
આ પણ વાંચો: ભારતની ‘વિરાટ’ જીત પર પાકિસ્તાનના લોકોએ કરી ઉજવણી, ‘કોહલી-કોહલી’ના લાગ્યા નારા
કોહલીએ રોહિત તરફ ઈશારો કર્યો
ભારતીય ટીમે 42.3 ઓવરમાં 242 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયાની ઈનિંગ્સની 43મી ઓવરના ત્રીજા બોલ પહેલા જ્યારે કોહલી 96 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. કોહલીએ જ્યારે 96 રન બનાવ્યા હતા તે સમયે રોહિતે વિરાટ સામે ઈશારો કર્યો હતો. જેમાં રોહિત વિરાટને ઈશારો કરી રહ્યો હતો કે તે મોટો શોટ રમે. આ પછી તેણે ચોગ્ગો માર્યો હતો. આવું કરતાની સાથે વિરાટે પણ રોહિતની સામે ઈશારો કર્યો હતો. કોહલીની આ સદીની ઇનિંગની બધા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. આખરે તેણે કરી બતાવ્યું હતું. વિરાટની સદીની ખુશી રોહિત ને ડ્રેસિંગ રૂમમાં રહેલા અન્ય ખેલાડીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે.