હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ

અમદાવાદઃ શિયાળાની વિદાય થઈ રહી છે. ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. આગામી દિવસો માટે યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગરમી અને બફારાનું પ્રમાણમાં વધશે.’
તેમણે વધુમાં જણાવ્યુ છે કે, ‘આગામી દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. હાલ પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વની છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે.’