February 25, 2025

સાસુ સાથે કેટરિના કૈફ પહોંચી મહાકુંભ: સંગમમાં લગાવી પવિત્ર ડૂબકી

Katrina Kaif in Mahakumbh: મહાકુંભ હવે તેના અંતિમ તબક્કામાં છે. હવે આ ખાસ પર્વ માટે ફક્ત બે દિવસ બાકી છે. વર્ષ 2025માં વિશ્વભરના લોકો મહાપર્વમાં હાજરી આપવા આવ્યા હતા અને તેનો દિવ્ય અનુભવ કર્યો. 144 વર્ષમાં ફક્ત એક જ વાર આયોજિત થતા આ દુર્લભ મહાકુંભમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. ભારતીય અને વિદેશી સ્ટાર્સે મહાકુંભમાં ભાગ લીધો અને આસ્થાની પવિત્ર ડૂબકી પણ લગાવી. આજે અક્ષય કુમાર બાદ કેટરિના કૈફ અને તેમની સાસુ મહાકુંભમાં પહોંચ્યા હતા. આ સમય દરમિયાન, અભિનેત્રીના સાસુ પણ તેની સાથે છે. અહીં પહોંચ્યા પછી, કેટરિના કૈફે પણ મીડિયા સાથે વાત કરી અને આ અંગે પોતાના વિચારો જણાવ્યા.

બોલિવૂડ સ્ટાર કેટરિના કૈફે આજે પ્રયાગરાજમાં પોતાની આધ્યાત્મિક યાત્રા શરૂ કરી. તેની મુલાકાત દરમિયાન, કેટરિના પરમાર્થ નિકેતન આશ્રમના અધ્યક્ષ સ્વામી ચિદાનંદ સરસ્વતી સાથે મુલાકાત કરી અને તેમના આશીર્વાદ લીધા. પોતાના અનુભવ વિશે વાત કરતા તેણે પોતાની ખુશી અને આભાર વ્યક્ત કર્યો. આ પછી, તે સંગમમાં તેની સાસુ સાથે સ્નાન કરતી અને પૂજા કરતી જોવા મળી. કેટરિનાએ પહેલા ગુલાબી રંગનો સૂટ પહેર્યો હતો, પરંતુ સ્નાન માટે તેણે પીળો પોશાક પહેર્યો હતો. તેની સાસુ પણ વાદળી સૂટમાં જોવા મળી હતી. કેટરિના કૈફ તેની સાસુ સાથે તમામ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ધ્યાનપૂર્વક ભાગ લેતી જોવા મળી હતી.

સાસુ-વહુ સાથે જોવા મળ્યું અદભૂત બોન્ડિંગ
આ યાત્રામાં કેટરિના અને તેની સાસુ વચ્ચેના પ્રેમભર્યા બોન્ડિંગ પણ જોવા મળ્યું હતું અને બંને વચ્ચેના ક્લોઝ બોન્ડને જોયા બાદ, હવે લોકો અભિનેત્રીના વખાણ કરતા થાકતા નથી. લોકો અભિનેત્રીને પરફેક્ટ વહુ કહી રહ્યા છે. બંને મહાકુંભના આધ્યાત્મિક વાતાવરણમાં ડૂબેલા જોવા મળ્યા હતા.