બનાસકાંઠામાં રિક્ષાચાલકને હેલ્મેટનો મેમો, ટ્રાફિક પોલીસે 12 હજાર રૂપિયા દંડ ભરાવ્યો!

બનાસકાંઠાઃ જિલ્લામાં રિક્ષાચાલકને હેલ્મેટનો મેમો ફટકારવામાં આવ્યો છે. ડીસા ટ્રાફિક પોલીસે બુદ્ધિનું પ્રદર્શન કરી રિક્ષાચાલકને હેલ્મેટનો મેમો ફટકાર્યો છે. તેટલું જ નહીં, મેમો આપી 12 હજારનો દંડ પણ ભરાવ્યો છે.
ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારીને કારણે રિક્ષાચાલકને 12 હજાર રૂપિયાનો દંડ ભરવો પડ્યો છે. મોંઘવારીના સમયમાં આમ ખોટી રીતે દંડ ભરાવવાથી રિક્ષાચાલક માટે આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ પેદા થઈ છે.
આ ઘટના બાદ અનેક સવાલ ઉભા થાય છે. રિક્ષાચાલકે હેલ્મેટ પહેરવું આવો કાયદો ક્યારથી આવ્યો? શું ડીસા ટ્રાફિક પોલીસને જ કાયદાનું જ્ઞાન નથી કે કેમ? ટ્રાફિક પોલીસે ભૂલથી મેમો આપ્યો તો દંડ કેમ વસૂલાયો? પોલીસની ભૂલમાં ગરીબ રિક્ષાચાલકનો શું વાંક? આમ, અનેક પ્રકારના પ્રશ્નો પેદા થાય છે.