ઇબ્રાહિમ ઝદરાએ ચેમ્પિયન ટ્રોફીનો ઈતિહાસ બદલ્યો, મોટો રેકોર્ડ નોંધાવ્યો

AFG vs ENG: અફઘાનિસ્તાનના ઓપનર ઇબ્રાહિમ ઝદરાએ શાનદાર બેટિંગથી 146 બોલમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 177 રન બનાવ્યા. ઝદરાન ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટ્સમેન બની ગયો છે. ઝદરાન વનડેમાં અફઘાનિસ્તાન માટે સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટ્સમેન પણ બની ગયો છે. અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને 326 રનનો ટાર્ગેટ આપ્યો છે.
🚨 HISTORY CREATED BY ZADRAN. 🚨
– Ibrahim Zadran has the highest individual score in Champions Trophy. pic.twitter.com/FQAZwXWc1y
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 26, 2025
સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટ્સમેન
ઈંગ્લેન્ડ સામેની મેચમાં ઈબ્રાહિમ ઝદરાને પોતાની શાનદાર બેટિંગથી તમામનું ધ્યાન ખેંચી લીધું છે. 146 બોલમાં 12 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 177 રન બનાવ્યા છે. આવું કરતાની સાથે ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ ઝદરાનના નામે નોંધાયેલો છે. ઝદરાન વનડેમાં અફઘાનિસ્તાન માટે સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટ્સમેન પણ બની ગયો છે.
આ પણ વાંચો:મહેન્દ્ર સિંહ ધોની પહોંચ્યો ચેન્નાઈ, વીડિયો થયો વાયરલ
બન્ને ટીમ
ENG: જો રૂટ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટન, જેમી ઓવરટન, જોફ્રા આર્ચર, જોસ બટલર (કેપ્ટન), ફિલ સોલ્ટ, બેન ડકેટ, જેમી સ્મિથ (વિકેટકીપર), આદિલ રશીદ અને માર્ક વુડ.
AFG: સેદીકુલ્લાહ અટલ, રહેમત શાહ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નઇબ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), ઇબ્રાહિમ ઝદરાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ, રાશિદ ખાન, નૂર અહમદ અને ફઝલ-હક ફારૂકી.