બનાસકાંઠાના ખેડૂતોને નથી મળી રહ્યો પીએમ કિસાન યોજનાનો લાભ, લાચાર થયા ખેડૂતો

Banaskantha Farmer: ખેડૂત આર્થિક પગભર બને અને બિયારણ જેવો ખેતીમાં ખર્ચ કાઢી શકે તે હેતુથી પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 2000નો હપ્તો ચૂકવાય છે. પરંતુ આજે એવા અનેક ખેડૂતો છે જેમને પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળી રહ્યો. ફાર્મર રજીસ્ટ્રેશન આધાર અપડેટ કેવાયસી આ તમામ પ્રક્રિયાઓ વચ્ચે ખેડૂતો અટવાયા છે. ધક્કા ખાઈ ખાઈને થાક્યા છતાં એ કેવાયસી નથી થતી. ખેડૂતો એવા કેટલાય છે કે જેમને ત્રણ અને ચાર વર્ષથી પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળી રહ્યો. ત્યારે ખેતીવાડી વિભાગ ટેકનિકલ બાબતો દર્શાવે છે. પરંતુ ચોક્કસ ખેડૂતો માટે જે કાર્ય કરવું જોઈએ તે નથી કરી રહી.
આ પણ વાંચો: પ્રયાગરાજમાંથી વાયરલ થયેલી મોનાલીસાના ડાન્સ મૂવ્સ જોઈને તમે પણ ચોંકી જશો
પ્રક્રિયા કરાવવામાં નિષ્ફળ
પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો હવે ચૂકવાશે. પરંતુ આ ચૂકવણી વચ્ચે અને કેન્દ્ર સરકારની જાહેરાત વચ્ચે અનેક ખેડૂતો બનાસકાંઠામાં એવા છે કે જેમને પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળી રહ્યો. અને એનું કારણ છે કે સરકારી પ્રક્રિયામાં ગ્રામ પંચાયત લઈ અને ખેતીવાડી વિભાગ ખેડૂતોને સમજણ આપવામાં તેમની પ્રક્રિયા કરાવવામાં નિષ્ફળ રહ્યો છે. ત્યારે અનેક એવા ખેડૂતો છે કે જેઓ પોતાના ડોક્યુમેન્ટ અપડેટ કરાવવા માટે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જન સેવા કેન્દ્ર અને ખેતીવાડી વિભાગમાં ધક્કા ખાઈને થાક્યા છે. એક તરફ ખેતીનું કામ હોય અને બીજી તરફ ધક્કા ખાવાનું હોય છે. એટલે અનેક ખેડૂતો એ તો આશા છોડી દીધી છે કે હવે 2000 રૂપિયાનો હપ્તો અમને મળશે કે નહીં. એનું કારણ છે કે સમય બગાડી અને ધક્કા ખાવા એના કરતા આ ધક્કા ખાવાનું 2000 રૂપિયા કરતા વધારે ખર્ચ ખેડૂતોને લાગી રહ્યું છે. ત્યારે સરકારની યોજના તો ખેડૂતો માટે લાભદાય છે પરંતુ નીચેનું તંત્ર તેની માટે કામ નથી કરી રહ્યું.
ખેતી વિભાગ કહી આ વાત
બનાસકાંઠામાં કુલ ચાર લાખ જેટલા ખેડૂતો પીએમ કિસાન યોજના માટે નોંધાયેલા છે. ખેતીવાડી વિભાગનું કહેવું છે તો બીજી તરફ ખેતી વિભાગનું કહેવું છે કે ખેડૂતો આધાર અપડેટ નથી કરાવતા ફાર્મર રજીસ્ટ્રેશન નથી કરાવતા અને ઇ કે વાય સી નથી કરાવતા એટલે તેમને હપ્તા મળી રહ્યા નથી. જોકે ખેડૂતો આ પ્રક્રિયા કરે તો તેમને પણ આ પીએમ કિસાન યોજનાનું લાભ મળી શકે છે.