March 1, 2025

NewsCapital ગુજરાતે સફળતાપૂર્વક પૂરું કર્યું 1 વર્ષ, અમારા તમામ દર્શકોનો આભાર…

તારીખઃ 29મી ફેબ્રુઆરી, 2024
સ્થળઃ અમદાવાદ

આ દિવસે ગુજરાતી મીડિયા જગતમાં ‘News Capital Gujarat’ની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને આજે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે. પ્રદેશ, દેશ અને વિદેશની ખબરોનું એક માત્ર કેપિટલ એટલે ન્યૂઝ કેપિટલ ગુજરાત. આ સફર દર્શકોના સહકાર વગર શક્ય જ નથી… એટલે દર્શકોનો આભાર માનવો જ રહ્યો.

આ એક વર્ષમાં ઘણા ચડાવ-ઉતાર સાથે અમે અવ્વલ આયામ પ્રાપ્ત કર્યો છે. આ એક વર્ષમાં અમે સમાજને લગતા ઘણાં મુદ્દાઓનો અવાજ ઉઠાવ્યો છે અને દરેક વખતે સમાજની પડખે રહીને કામ કર્યું છે. માત્ર સમાજને લગતા મુદ્દા જ નહીં, પરંતુ તમામ પ્રકારના ન્યૂઝ અને કાર્યક્રમોમાં પણ અમે હંમેશા આગળ રહ્યા છીએ.

ન્યૂઝ કેપિટલે સમાજના સ્પર્શતા આ મુદ્દાઓ પર ઉઠાવ્યો અવાજ

  • ભૂતિયા શિક્ષકો
  • દાહોદ રેપકાંડ
  • શિક્ષકોની ભરતી
  • રાજકોટનો અગ્નિકાંડ
  • ક્ષત્રિયોનું આંદોલન
  • ખ્યાતિ હૉસ્પિટલકાંડ
  • મહેસાણામાં નસબંધીનું રેકેટ
  • હૉસ્પિટલની અંદર CCTVનો કાંડ

દર્શકો સુધી સાચા સમાચાર પહોંચાડવા તે અમારું ધ્યેય રહ્યું છે. અમે માત્ર ‘Verified News’ દર્શકો સુધી પહોંચાડીએ છીએ. હંમેશા અમને દર્શકોનો સપોર્ટ રહ્યો છે. આવો જ સપોર્ટ આગામી સમયમાં પણ અમને મળશે જ એવો અમને વિશ્વાસ છે. ફરી એકવાર ન્યૂઝ કેપિટલ ગુજરાતને પસંદ કરવા માટે દર્શકોનો ખૂબ ખૂબ આભાર…