IND vs NZ: ગ્લેન ફિલિપ્સે માત્ર 0.61 સેકન્ડમાં વિરાટનો કેચ પકડ્યો, જોઈ લો વીડિયો

Glenn phillips catch of virat kohli: ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે રમાઈ રહી છે. દુબઈમાં આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. વિરાટ કોહલી માટે આજની મેચ ઘણી ખાસ હતી. કારણ કે આ તેની 300મી ODI મેચ છે. કોહલી માત્ર 11 રન બનાવીને પરત ફર્યો હતો. ગ્લેન ફિલિપ્સે કેચ કરતો વીડિયો વાયરલ થયો છે.
Tf, kiwis can fly fr😭 pic.twitter.com/vXf8BWv9Sa
— Fenil Kothari (@fenilkothari) March 2, 2025
આ પણ વાંચો: સુરત જિલ્લામાં દીપડાના હુમલાથી 6 મહિનામાં 3નાં મોત, વનવિભાગના આંખ આડા કાન
કોહલીએ બનાવ્યા 11 રન
આજની મેચ કોહલી માટે ખાસ હતી. કારણે કે આ તેની 300મી ODI મેચ હતી. આ મેચમાં તે કંઈ ખાસ કરી શક્યો ના હતો. ગ્લેન ફિલિપ્સે શાનદાર કેચ પકડ્યો હતો. જેને જોઈને કોહલી પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. સ્ટેન્ડમાં બેઠેલી તેમની પત્ની અનુષ્કા શર્મા પણ નિરાશ થઈ ગઈ હતી. અનુષ્કા વિરાટની 300મી મેચ જોવા માટે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પહોંચી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચનું પરિણામ સેમિફાઇનલનું શેડ્યૂલ નક્કી કરશે.