ચહેરા પર કરચલીઓ થવા લાગી છે? અજમાવો આ ઉપાય

Health Tips: જો તમારી ઉંમર 40થી વધારે છે તો તમારા ચહેરા પર ચોક્કસ કરચલી થવા લાગી હશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને આજે થોડી ટીપ્સ વિશે જણાવીશું. જેની મદદથી તમારા ચહેરા પર પડેલી કરચલીને દૂર કરી શકો છો.સારો આહાર લો
ચહેરા પર કરચલીઓ પડવા લાગે તો તમારે ફળ વધારે ખાવાનું શરું કરો. ગ્રીન ટી, અખરોટ કે પછી દાડમ કે બેરી , કિવી ખાવાનું શરું કરો. આ તમામ વસ્તુઓ તમારા ચહેરાની ચમક વધારશે.

કસરત
શરીને લગતી કોઈ પણ સમસ્યામાં ડોક્ટર કસરત કરવાનું કહે છે. ત્યારે ત્વચાને લગતી સમસ્યામાં પણ ડોક્ટર કસરત કરવાનું કહે છે. યોગ, ધ્યાન, ચાલવું, જોગિંગ, કે પછી ડાન્સ તમે કરી શકો છો. દિવસમાં 30 મિનીટ જેટલો સમય તમારા શરીર માટે કાઢો. આવું કરવાથી તમારા શરીરમાં કે પછી તમારા ચહેરા પર રહેલી કરચલીમાં ફેરફાર જોવા મળી શકે છે.

આ પણ વાંચો:Champions Trophy 2025: જો ભારત-ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ ટાઈ થાય તો કોને ફાઇનલમાં સ્થાન મળશે?

તણાવ ન લો
ચહેરા કે શરીરની દરેક સમસ્યામાં તણાવની મહત્વની ભૂમિકા હોય છે. તણાવ લેવાના કારણે ઘણી બધી સમસ્યાનો સામનો તમારે કરવો પડી શકે છે. તણાવના કારણે તમારી ત્વચા ઢીલી કે પછી કરચલીઓ પડવા લાગે છે. બંને તેટલું પોતાને તણાવમુક્ત રાખો.