ભારતીય ટેબલ ટેનિસ દિગ્ગજ શરથ કમલે નિવૃત્તિની કરી જાહેરાત

Sharath Kamal: ભારતીય ટેબલ ટેનિસ સ્ટાર શરથ કમલે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેઓ છેલ્લી વખત 26 થી 30 માર્ચ દરમિયાન ચેન્નાઈમાં યોજાનારી WTT સ્ટાર કન્ટેન્ડર ટુર્નામેન્ટમાં જોવા મળશે.

આ પણ વાંચો: ICC રેન્કિંગમાં વિરાટ કોહલીની મોટી છલાંગ, રોહિતને થયું નુકસાન

ચેન્નાઈમાં જ તેની કારકિર્દીની છેલ્લી મેચ રમશે
તેણે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ મેચ ચેન્નાઈમાં રમી હતી. હવે તે ચેન્નાઈમાં પોતાની કારકિર્દીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમશે. શરથે નિવૃત્તિની જાહેરાત કરતા લખ્યું કે મેં મારી પહેલી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ ચેન્નાઈમાં રમી હતી અને મારી છેલ્લી ટુર્નામેન્ટ પણ ચેન્નાઈમાં રમીશ. મેં કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં મેડલ જીત્યા છે હું ઓલિમ્પિક મેડલ જીતી શક્યો નથી. આવનારા યુવા પ્રતિભાઓમાં મારા સ્વપ્નને પૂર્ણ કરીશ.