પોલીસે વીરેન્દ્ર સેહવાગના ભાઈની કરી ધરપકડ, આ છે મામલો

Virender Sehwag Vindo Sehwag: ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી વીરેન્દ્ર સેહવાગનો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. સેહવાગના ભાઈની પોલીસે ધરપકડ કરી છે. એક રિપોટ પ્રમાણે વિનોદ સેહવાગનો ચેક બાઉન્સનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસમાં કોર્ટમાં હાજર ન રહેવા બદલ તેને ભાગેડુ પણ જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: લ્યો બોલો, રાજ્યની 53 નગરપાલિકા પાસે વીજબિલ ભરવા રૂપિયા નથી!
સેહવાગના ભાઈ વિનોદની ધરપકડ
ચંદીગઢના મણિમજરા પોલીસ સ્ટેશનની પોલીસે વિરેન્દ્ર સેહવાગના ભાઈની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે વિરેન્દ્ર સેહવાગના ભાઈ વિનોદનો 7 કરોડ રૂપિયાનો ચેક બાઉન્સ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ મામલે તેમને કોર્ટમાં હાજર રહેવું પડે એમ હતું. પરંતુ તે હાજર રહ્યો ના હતો. જેના કારણે તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીં કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો.