News 360
March 17, 2025
Breaking News

ઓલપાડના દેલાડ ખાતે વોટર રિચાર્જનું પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલના હસ્તે ખાર્ત મુહૂર્ત કરવામાં આવ્યું

Olpad News: ઓલપાડના દેલાડ ખાતે વોટર રિચાર્જનું પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલના હસ્તે ખાર્ત મુહૂર્ત કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય જળ સંચય મંત્રી સી. આર. પાટીલ વર્ચ્યુલ જોડાયા હતા. ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં રહે અને વરસાદી પાણી બોરમાં જાય એ માટે વોટર રિચાર્જ કરવાની યોજના શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: WPL 2025: ટાઇટલ જીત્યા પછી મુંબઈ ઇન્ડિયન્સ પર થયો કરોડો રૂપિયાનો વરસાદ, દિલ્હી કેપિટલ્સ હારીને પણ થઈ માલામાલ

કામની પ્રશંસા કરાઈ
આખા વિશ્વમાં પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે. ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર સત્વરે જાગી છે. પાણી બચાવો, જળ એ જીવનની વાતો કરાતી હતી. હવે ગ્રાઉન્ડ લેવલે સરકાર દ્વારા કામની શરૂઆત કરાઈ છે. ત્યારે કેન્દ્રીય જળ સંચય મંત્રી સી. આર પાટીલ અને રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ દ્વારા પીવાના પાણીની કટોકટી આવનાર સમયમાં નહીં આવે એ માટે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં અને વરસાદી પાણીનો સંગ્રહ થાય એ હેતુથી વોટર રિચાર્જ યોજના હેઠળ ઓલપાડ તાલુકાના 108 ગામોમાં કામની શરૂઆત કરાઈ છે. ત્યારે આજે દેલાડ ખાતે વોટર રિચાર્જનું ખાર્ત મુહૂર્ત પાણી પુરવઠા મંત્રીના હસ્તે કરાયું હતું. જયારે કેન્દ્રીય જળ સંચાય મંત્રી સી. આર. પાટીલ વર્ચ્યુલ જોડાયા હતા. મંત્રી મુકેશ પટેલના કામની પ્રશંસા કરાઈ હતી.