સુરતમાં ‘રાહુલ એપાર્ટમેન્ટ’ ગેંગના લીડરના મકાન પર બુલડોઝર ફરી વળ્યું

Surat Crime: સુરતના ઉધના વિસ્તારમાં ‘રાહુલ એપાર્ટમેન્ટ’ નામથી ગેંગ ચલાવનાર રાહુલ દીપડે પર હવે કાયદાનું વલણ વધુ કડક બન્યું છે. માથાભારે અને અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર ફરી વળ્યું છે. અસમાજિક તત્વો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે.
આ પણ વાંચો: IPLની 17 સિઝન પૂર્ણ થઈ પરંતુ માત્ર આ 7 ટીમોએ જ ટાઇટલ જીત્યું
ગેરકાયદેસર ત્રણ મકાન બનાવવામાં આવ્યા
ઉધના વિસ્તારમાં રાહુલ દીપડે દ્વારા ગેરકાયદેસર રીતે ત્રણ મકાન બનાવવામાં આવ્યા હતા. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આ ત્રણ મકાન રાહુલની ગેંગ માટે કેન્દ્રિય હેડક્વાર્ટર તરીકે કામ કરતાં હતા. આ મકાનમાં તે ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતો હતો. ઉધના પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય આરોપીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.