IPL 2025: શું હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન નહીં બને?

Hardik Pandya News: ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝન હવે થોડા જ સમયમાં શરૂ થવાની છે. પહેલી મેચમાં KKR અને RCB વચ્ચે થવાની છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ 23 માર્ચે પોતાની પહેલી મેચ રમશે. જોકે હાર્દિક પંડ્યા આ મેચમાં રમશે નહીં. હાર્દિક પંડ્યા પર એક IPL મેચનો પ્રતિબંધ છે. જેના કારણે તે પહેલી મેચ રમી શકશે નહીં. આ કારણથી ના તે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રહેશે અને ના તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ રહેશે.
આ સજા ફટકારવામાં આવી
હાર્દિકને સ્લો ઓવર રેટના કારણે એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે કોઈ કપ્તાન પહેલી વાર એવું કરે છે ત્યારે તેને 12 લાખ દંડ ફટકારવામાં આવે છે. જો બીજી વાર એવું થાય છે તો બમણો દંડ ફટકારવામાં આવે છે. જો ત્રીજી વખત આવું ફરી થાય છે તો એક મેચનો પ્રતિબંધ લાદવામાં આવે છે. પંતને પણ આ સજા ફટકારવામાં આવી હતી. જોકે, MI એ હજુ સુધી આ વિશેની સત્તાવાર રીતે માહિતી શેર કરી નથી. હાર્દિકની જગ્યાએ રોબિન મિંજને પ્લેઇંગ ઇલેવનમાં તક આપવામાં આવે છે.
આ પણ વાંચો: આ છે સૌથી વધુ જગ્યા ધરાવતા સ્કૂટર, જોઈ લો લીસ્ટ
પહેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન – રોબિન મિંજ, નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, રોહિત શર્મા, વિલ જેક્સ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), કર્ણ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ અને કોર્બિન બોશ / મુજીબ ઉર રહેમાન.