MLA હીરા સોલંકીના ફાર્મહાઉસ પર અખિલ ભારતીય કોળી સમાજની મળી બેઠક, રાજકારણ ગરમાયું

અમરેલી: જિલ્લામાં જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ નજીક કોળી સમાજની બેઠક મળી હતી. જેમાં પ્રથમ કાશીમીર આતંકી હુમલામાં મર્યા ગયેલા મૃતકોને પ્રથમ શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી હતી. આ શ્રધ્ધાજલી કાર્યક્રમ બાદ બેઠક શરૂ કરવામાં આવી હતી. ગુજરાત સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ બાદ સૌથી વધુ કોળી સમાજનું પ્રભુત્વ વધારે છે. તેવા સમયે ગુજરાત અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકીના અધ્યક્ષસ્થાને બેઠક બોલાવવામાં આવી હતી.
જેમાં બોટાદ, કચ્છ, જામનગર, પોરબંદર, ગીર-સોમનાથ સહિત જિલ્લાના મહત્વના કારોબારી સભ્યો હોદેદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીના નાના ભાઈ હીરા સોલંકી હવે કોળી સમાજના સંગઠન શિક્ષણ ક્ષેત્ર સામાજિક રીતે વધુ મજબૂત કરવા માટે કમાન સંભાળી રહ્યા છે. જેના કારણે હીરા સોલંકી ગુજરાત સૌરાષ્ટ્રમાં કોળી સમાજમાં વધુ સક્રિયતા દાખવી કામગીરી કરી રહ્યા છે અને આજની બેઠકમાં કેટલાક લોકોના હોદેદારોની સમાજમાં નિમણૂક કરવામાં માટેની સર્ચા કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીના રાજુલા જાફરાબાદ વિસ્તારના સીનયર ધારાસભ્ય છે અને અખિલ ભારતીય પ્રદેશ કોળી સમાજ પ્રમુખ હીરા સોલંકીએ કારોબારી બેઠક હોવાનું કહ્યું રાજકીય બેઠક ન હોવાનું કહ્યું હતું. સમાજમાં સમૂહ લગ્નોત્સવ અને સમાજના આગેવાનોની નિમણૂક માટે બેઠક હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોળી સમાજના દિગજ્જ નેતા પરસોતમ સોલંકીની તબિયત નાદુરસ્ત બાદ હવે સગા નાના ભાઈ હીરા સોલંકી કોળી સમાજમાં વધુ સક્રિયતા દાખવી કામગીરી કરી રહ્યા છે. હાલ ઓચિંતા જાફરાબાદની બેઠકને લઈ રાજકારણ ગરમાયું છે. આવતા દિવસોમાં વધુ કોળી સમાજની બેઠકો યોજી સંગઠન મજબૂત કરવા માટેની કવાયત હાથ ધરી છે.