એરટેલ-બ્લિંકિટને મોટો ફટકો, સિમ કાર્ડ ડિલિવરી પર લાગ્યો પ્રતિબંધ

Airtel-Blinkit: આજના સમયમાં તમામ લોકોને દરેક વસ્તુ ફાસ્ટ જોઈએ છે અને જેમ બને તેમ ઝડપી જોઈએ છે. જેના કારણે ડિલિવરી બજાર ઝડપથી વિકસી રહ્યું છે. હવે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી લઈને કરિયાણા સુધીની દરેક વસ્તુ થોડા જ સમયમાં ડિલિવરી થઈ રહી છે. થોડા સમય પહેલા જ બ્લિંકિટ એક નવી સેવા શરું કરી હતી. જેમાં એરટેલે બ્લિંકિટ સાથે ભાગીદારી કરી હતી. કંપની તેના યુઝર્સને ઓનલી 10 મિનિટમાં સિમ કાર્ડ આપી રહી હતી. પરંતુ અચાનક તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આવો જાણીએ કે એવું તો કેમ અચાનક થયું.

આ પણ વાંચો: ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાં કોણ આગળ?

ડિલિવરી અંગે સવાલો કર્યા
એક રિપોટ પ્રમાણે આ સેવાને અત્યારે તરત બંધ કરવામાં આવી નથી. કામચલાઉ ધોરણે જ આ સેવાને બંધ કરવામાં આવી છે. જો તમે બ્લિંકિટ પરથી એરટેલ સિમ કાર્ડ ખરીદવાનું વિચારી રહ્યા હતા, તો હવે તમને સર્ચ કરવા પર સિમ કાર્ડનો વિકલ્પ મળશે નહીં. , DoT એ ટેલિકોમ કંપની પાસેથી સિમ કાર્ડ ડિલિવરી અંગે સવાલો કર્યા છે. સિમ કાર્ડની ડિલિવરી માટે ગ્રાહકોની KYC પ્રક્રિયાને કેવી રીતે અનુસરી રહી છે તે વિશે સવાલો કરવામાં આવ્યા છે. સિમ કાર્ડ ખરીદવા માટે સરકારી નિયમો પ્રમાણે KYC કરવું જરૂરી રહેશે. તમે હમણાં બ્લિંકિટમાંથી સિમ કાર્ડ ખરીદી શકશો નહીં. હવે આ સેવા ફરી ક્યારે શરું થશે તે વિશે કોઈ માહિતી નથી.