ખેરોજ પાસે ત્રિપલ અકસ્માતમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, 6 લોકો સારવાર હેઠળ

સાબરકાંઠા: સાબરકાંઠાના ખેરોજના હીંગટીયા પાસે ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. બસ, બાઈક તેમજ ખાનગી જીપ વચ્ચે ગતરોજ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે ત્રણ લોકોના નિપજ્યા મૃત્યુ થયા હતા. તેમજ સારવાર દરમિયાન એક વર્ષીય બાળકી અને અન્ય ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે હિંમતનગર સહિત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 6 લોકો સારવાર હેઠળ છે.
ત્રિપલ અકસ્માતમાં 7 લોકોના મોત બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.