December 23, 2024

શેરમાર્કેટમાં તેજી સાથે શરૂઆત, રોકાણકારો થયા માલામાલ

Stock Market: ભારતીય શેર બજારમાં પીએસયૂ બેંક ઈન્ડેક્સ અને આઈટી ઈન્ડેક્સની રિકોર્ડ બ્રેક ઊંચાઈના જોરદાર સપોર્ટમાં આવતાની સાથે માર્કેટને સારી ઓપનિંગ મળી છે. શેર બજારમાં આજે પણ તેજી જોવા મળી હતી. સેન્સેક્સ ફરી એક વખત 72400ની પાર ગયો છે. નિફ્ટીએ ફરી 22 હજારના સ્તરને પાર કર્યું છે. આઈટી, બેંક અને ઓટોની સાથે ફાર્મા શેરમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.

ગત રોજ મળેલી સારી બ્રોકરેજ રેટિંગના સપોર્ટના કારણે આજે ઝોમેટોના શેરમાં ઓપનિંગ સમયે 2 ટકાના વધારા સાથે ઉપર ચાલી રહ્યો છે. એડવાન્સ ડેકલાઈન રેશ્યોમાં એનએસઈના 1432 શેરમાં ઉછાળો આવ્યો છે. જ્યારે 224 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. શરૂઆતી કારોબારમાં રુપિયામાં પણ વધારો જોવા મળ્યો હતો. આ વધારો ત્રણ પૈસા જેટલો હતો. અમેરિકી ડોલરની સામે રૂપિયો 83.02 પર ટ્રેડ થઈ રહ્યો છે.

શેર બજારની ઓપનિંગ
બીએઈના સેન્સેક્સ 355.64 અંક એટલે કે 0.49 ટકાના વધારા સાથે 72406ના લેવલ પર ખુલ્યો હતો. જ્યારે એનએસઈનું નિફ્ટી 109.55 અંક એટલે કે 0.50 ટકાના ઉછાળા સાથે 22020ના સ્તર પર ઓપન થયું છે.

શેર માર્કેટ વધારા થશે હતું બંધ
ગુરુવારે ટ્રેડિંગ સેશન ખુબ જ સારા નંબરો પર બંધ થયું હતું. મિડ કૈપ અને સ્મોલ કૈપ સ્ટોક્સમાં પણ સારી રોનક જોવા મળી હતી. કારોબાર ખત્મ થયો એ સમયે બીએસઈ સેન્સેક્સ 227 અંકના વધારા સાથે 72,050 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનું નિફ્ટી 71 અંકના વધારા સાથે 21,910ના અંક પર બંધ થયું હતું.