January 8, 2025

લાલ નિશાન સાથે બંધ થયું શેરમાર્કેટ, નિફ્ટી ઓલટાઇમ હાઇ રહ્યો હતો

Stock Closing: અઠવાડિયાના અંતિમ દિવસે માર્કેટ લાલ નિશાન સાથે બંધ થયું છે. સેન્સેક્સ લગભગ 250 અને નિફ્ટી 73 અંકની તેજીની સાથે ખુલ્યું હતું, પરંતુ દિવસ દરમિયાન ટ્રેડના સમયે બજારમાં નફાવસુલીના કારણે લાલ નિશાન પર આવી ગયું હતું. બીએસઈ સેન્સેક્સ 15 અંકની સામાન્ય ઘટાડા સાથે 73,143 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનું નિફ્ટી 5 અંકના ઘટાડા સાથે 22,212 પર બંધ રહ્યો છે. સવારે નિફ્ટી ફરી 22,297ના લાઈફટાઈમ હાઈ પર પહોચ્યો હતો.

માર્કેટ કેપમાં તેજી
આજના ટ્રેડમાં શેર બજારમાં માર્કેટ કેપિટલમાં તેજી જોવા મળી છે. બીએસઈના ડેટા અનુસાર, બજારમાં લિસ્ટેડ સ્ટોક્સનું માર્કેટ કેપિટલ 392.81 લાખ કરોડ રૂપિયા પર ક્લોઝ થયું છે. જે ગત સત્રમાં 392.19 લાખ કરોડ રૂપિયા હતા. આજના ટ્રેડમાં ભારતીય શેર બજારમાં માર્કેટ કેપિટલાઈઝેજનમાં 62,000 કરોડ રૂપિયાની તેજી જોવા મળી છે.

સેક્ટરની સ્થિતિ
આજના ટ્રેડમાં આઈટી, બેંકિંગ, એફએમસીજી, મેટલ્સ, એનર્જી અને ઓયલ એન્ડ ગેસ સેક્ટરના સ્ટોક્સ ઘટાડા સાથે બંધ થયો હતો. જ્યારે હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઈન્ફ્રા, મીડિયા, રિયલ એસ્ટેટ, ફાર્મા અને ઓટો શેરમાં તેજી જોવા મળી છે.

આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં ખરીદી જોવા મળી હતી. જેના કારણે ઈન્ડેક્સ ગ્રીન નિશાન સાથે બંધ થયું હતું. સેન્સેક્સના 30 શેરમાંથી 16 શેરમાં તેજી જોવા મળી હતી. તો 14 સેન્સેક્સમાં ઘટાડા સાથે બંધ થયું હતું. બીજી તરફ નિફ્ટી 50 શેરમાંથી 24 શેર તેજીની સાથે અને 26 શેર ઘટાડા સાથે બંધ થયા હતા.