September 21, 2024

કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની દિલ્હીમાં આજે બેઠક

દિલ્હી: કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે દિલ્હીમાં બેઠક થવાની છે. જેમાં , ઉમેદવારોની બીજી યાદી પર નિર્ણય લેવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ભાગ લઈ શકે છે. આ બેઠકમાં કોંગ્રેસની બીજી યાદીના નામની ચર્ચા કરવામાં આવી શકે છે.

ચર્ચા થવાની બાકી
કોંગ્રેસ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બીજી બેઠકનું આયોજન આજે દિલ્હીમાં થવાનું છે. રાજકીય સુત્રોનું માનવામાં આવે તો આજે 6 વાગે સાંજે આ બેઠકનું આયોજન થવાનું જેમાં મલ્લિકાર્જુન ખડગે હાજર રહેશે. આ સાથે કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં રાહુલ અને સોનિયા હાજર રહી શકે છે. પહેલી લીસ્ટ બહાર પાડી દેવામાં આવી છે. પરંતુ બીજી લીસ્ટ ઉપર આજે ચર્ચા થવાની છે. જેમાં આજના દિવસમાં થનારી બેઠકમાં દિલ્હી અને મધ્યપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, તમિલનાડુ આ બેઠકો ઉપર ચર્ચા થઈ શકે છે. કારણ કે સુત્રોએ આપેલી માહિતી અનુસાર આ બેઠકોની હજૂ કોઈ ચર્ચા થઈ નથી.

પ્રથમ યાદી જાહેર
લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. રાહુલ ગાંધીને કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તિરુવનંતપુરમથી શશિ થરૂર, અલપ્પુઝાથી કેસી વેણુગોપાલ, રાજનાંદગાંવથી ભૂપેશ બઘેલ, મેઘાલયના વિન્સેન્ટ પાલા અને ત્રિપુરા પશ્ચિમથી આશિષ સાહાના નામ સામે આવ્યા છે. કોંગ્રેસના 39 ઉમેદવારોની આ પ્રથમ યાદીમાં 15 ઉમેદવારો સામાન્ય વર્ગના છે, જ્યારે 24 ઉમેદવારો પછાત, દલિત, આદિવાસી અને લઘુમતી સમુદાયના છે.