September 19, 2024

શિવસેનાનાં સાંસદ રહી ચૂકેલા કલાબેન દેલકરને ભાજપમાંથી મળી ટિકિટ

લોકસભા ચૂંટણી 2024: લોકસભા ચૂંટણીને લઇને દરેક પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેમજ દરેક પક્ષ દ્વારા ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આ વચ્ચે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. શિવસેનાનાં સાંસદ રહી ચૂકેલા કલાબેન દેલકરને ભાજપમાંથી ટિકિટ મળી છેય. કલાબેન દેલકર દાદરા નગર હવેલી બેઠક પરથી ચૂંટણી લડશે.

મળતી માહિતી અનુસાર શિવસેનાનાં સાંસદ રહી ચૂકેલા કલાબેન દેલકરને ભાજપમાંથી ટિકિટ મળી છેય. કલાબેન દેલકર દાદરા નગર હવેલી બેઠક પરથી ચૂંટણી લડશે. તમને જણાવી દઇએ કે કલાબેન દેલકર અને તેમના પુત્ર અભિનવ દેલકર પોતાના નિવાસ સ્થાનેથી રેલી સ્વરૂપે ભાજપ કાર્યાલય પોહચ્યા હતા અને કેસરિયો ધારણ કર્યો હતો. દાદરા નગર હવેલી પ્રભારી પુણેશ મોદીનાં હસ્તે કલાબેન દેલકરે વિધિવત રીતે કેસરિયો ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો છે.


નોંધનીય છે કે કલાબેન ડેલકર અને પરિવાર સાથે મોટી સંખ્યા કાર્યકર્તા આજરોજ ભાજપમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ તેમણે જણાવ્યું કે, લોકસભા ચૂંટણી લડવાની આ બીજી તક મળી છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે. પ્રદેશમાં હજુ પણ પાણી, રસ્તા, શિક્ષણની સમસ્યા છે જેનું નિરાકરણ લાવવામાં પ્રયત્નો કરતા રહેશે. નરેન્દ્ર મોદીએ તેમના પર વિશ્વાસ મુક્યો છે. ભાજપે ટિકિટ આપીને જે વિશ્વાસ મુક્યો છે તેમાં પ્રદેશના દરેક લોકો પણ સપોર્ટ કરશે તો ફરી જંગી બહુમતથી જીત મેળવીશું.