September 23, 2024

ગૂગલ ડ્રાઇવને લઈને આવી ચેતવણી!

અમદાવાદ: મોટા ભાગના લોકો ગૂગલ ડ્રાઇવમાં પોતાના ફોટો અને વીડિયોને રાખતા હોય છે. પરંતુ જે લોકો ગૂગલ ડ્રાઇવનો યુઝ કરે છે તે લોકોને ગૂગલે ચેતવણી આપી છે. આ અંગે માહિતી આપતા ગૂગલે જણાવ્યું કે તેના ડ્રાઇવ યુઝર્સને શંકાસ્પદ લિંક્સ મળી રહી છે. જેના કારણે અંગત માહિતી સંબંધિત સુરક્ષા ભંગ થઈ શકવાની સંભાવના વધારે છે.

ટેકનિકલ ટીમને જાણ
ગૂગલે ડ્રાઇવ યુઝર્સને ચેતવણી આપી છે. જેમાં તેમણે માહિતી આપતા જણાવ્યું કે અમને શંકાસ્પદ લિંકસ મળી આવી છે. જે તમારી અંગત સુરક્ષાનો ભંગ કરી શકે છે. અમે આ વાતને ટેકનિકલ ટીમને વાત કરી છે. અમે થોડા જ સમયમાં આ ઠીક કરી દેશું. આ અંગે કામગીરી કરવામાં આવી રહી છે. ગૂગલ તરફથી કડક ચેતવણી આપવામાં આવી છે. આ સિવાય ગુગલને ઘણા યુઝર્સ તરફથી પણ આ માહિતી મળી રહી છે.

ગૂગલે આપી ટિપ્સ
ચેતવણીની સાથે ગૂગલે યુઝર્સને કેટલીક સેફ્ટી ટિપ્સ આપી છે જેના કારણે તેના યુઝર્સ તેમની સેફટી રાખી શકે. જો તમને લાગે છે કે તમારી ડ્રાઇવ પર કોઈ એવી લિંક દેખાઈ છે તો તેને ક્લિક કરવાની ભૂલ કરશો નહીં. જો તમને Google ડ્રાઇવમાં મંજૂરીની લિંક નજરે પડે છે તો તેને પણ ક્લિક કરતા નહી. જો તમે તેને ક્લિક કરો છો તમારા માટે સમસ્યા બની શકે છે. આવી લિંકસ તમને દેખાઈ છે તો તેને બ્લોક કરી નાખવી જોઈએ.