December 17, 2024

ખુશખબર! હોળી પહેલા આ બેંકે હોમ લોનના ભાવ ઘટાડ્યાં

Bank of India Home Loan: જો તમે પણ હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર આવી ગયા છે. દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટરની બેંક એટલે કે બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના હોમ લોનના વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. બેંકના હોમ લોનના વર્તમાન દર 8.45 ટકાથી ઘટાડીને 8.30 ટકા કરવામાં આવ્યું છે. આ રીતે હોમ લોનમાં પહેલાની સરખામણીએ 0.15નો ઘટાડો થયો છે. બેંકની આ ઓફર 31 માર્ચ 2024 સુધી જ વેલિડ છે.

બેંકે સસ્તી લોન હોવાના કર્યો દાવો
BOIએ હોમ લોનને સસ્તી કરવાની જાણકારી આપતા કહ્યું કે, બેંકે હવે 8.30 ટકામાં હોમ લોન આપી રહી છે. જે દેશની બીજી બેંકો કરતા સૌથી ઓછું છે. બેંક ઓફ ઈન્ડિયા HDFC અને SBI કરતા પણ સસ્તી હોમ લોન આપી રહ્યું છે. મહત્વનું છેકે, HDFC બેંકમાં 8.40 ટકા દરે હોમ લોન મળી રહી છે.

બેંકે સોલાર પેનલ માટે ઓફર આપી
બેંક ઓફ ઈન્ડિયા હોમ લોન સાથે રૂફટોપ સોલાર પેનલ લગાવવા માટે ખાસ ઓફર આપી રહી છે. તમે માત્ર 7 ટકાના વ્યાજ દરે ઘરે સોલાર પેનલ લગાવવાનો લાભ મેળવી શકો છો. આ સાથે, બેંક આ લોન માટે ઝીરો પ્રોસેસિંગ ફી વસૂલ કરી રહી છે. બેંક ઘરે સોલાર પેનલ લગાવવા માટે 95 ટકા સુધીની લોન ઓફર કરી રહી છે. ગ્રાહકોને આ પૈસા ચૂકવવા માટે કુલ 120 દિવસનો સમય મળે છે.