December 23, 2024

પીએમ મોદી ભૂતાન જવા રવાના, બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય મામલે થશે ચર્ચા

ભૂટાન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી ભૂતાનના પ્રવાસ માટે રવાના થયા છે. તેઓ 22 અને 23 માર્ચે ભૂતાનની રાજકીય મુલાકાતે જશે. આ પહેલા ગુરૂવારે ખરાબ હવામાનના કારણે પીએમની મુલાકાત રદ કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને ભૂતાન વચ્ચે ‘નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરા’ જાળવી રાખવા માટે ભૂતાનની મુલાકાતે છે.

રવાના થતા પહેલા પીએમ મોદીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે હું ભૂતાન માટે રવાના થઈ રહ્યો છું. જ્યાં હું ભારત-ભૂતાન ભાગીદારીને વધુ મજબૂત કરવાના હેતુથી ઘણા કાર્યક્રમોમાં સામેલ થઈશ. બે દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને પૂર્વ રાજા જિગ્મે સિંગે વાંગચુકને મળશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી ભૂતાનના વડા પ્રધાન શેરિંગ તોબગે સાથે દ્વિપક્ષીય અને પ્રાદેશિક બાબતો પર પણ ચર્ચા કરશે.

આ પણ વાંચો: પીએમ મોદીનો નિર્ણય યોગ્ય છે, વિરોધ વચ્ચે સ્મૃતિ ઈરાનીએ કર્યો CAAનો બચાવ

વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ભૂતાનની અદ્વિતીય અને કાયમી ભાગીદારી છે. જે પરસ્પર વિશ્વાસ, સમજણ અને સદ્ભાવના પર આધારિત છે. આ મુલાકાત બંને પક્ષોને હિતના દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરવાની અને અમારા લોકોના લાભ માટે અમારી ભાગીદારીને વિસ્તૃત કરવાના માર્ગો પર ચર્ચા કરવાની તક પૂરી પાડશે.

તમને જણાવી દઈએ કે ભુતાનના વડા પ્રધાન શેરિંગ તોબગે ફેબ્રુઆરી 2024 માં પદ સંભાળ્યા પછી તેમની પ્રથમ વિદેશ મુલાકાતમાં 14 થી 18 માર્ચ સુધી ભારતની મુલાકાતે આવ્યા હતા.

4 માં પદ સંભાળ્યા પછી તેમની પ્રથમ વિદેશ મુલાકાતમાં 14 થી 18 માર્ચ સુધી ભારતની મુલાકાતે આવ્યા હતા.