January 3, 2025

હોળીમાં મહેમાનોને વેજ સ્પ્રિંગ રોલ ખવડાવી કરો ખુશ

Holi Festival: આજથી સમગ્ર દેશમાં હોળી-ધુળેટીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે. આજે સાંજે હોળીકા દહન થશે. એ બાદ કાલે રંગો સાથે ધુળેટીની ઉજવણી થશે. આ તહેવાર આપણે પરિવાર સાથે અને નજીકના મિત્રો અને સગા સબંધિઓ સાથે કરીએ છીએ. ત્યારે કોઈ પણ ઉજવણી ખાણીપીણી વગર તો અધુરી રહે છે. જો તમારા ઘરે પણ ધુળેટીની ઉજવણી કરવા મહેમાનો આવવાના હોય તો તમે તેમના માટે એકદમ ઝટપટ સ્પ્રિંગ રોલ બનાવી શકો છો.

વેજ સ્પ્રિંગ રોલ 


સામગ્રી
જરૂરિયાત મુજબના લોટની સાથે મરચાંની ચટણી,
ટોમેટો કેચઅપની સાથે કેપ્સિકમ,
કોબી,
છીણેલું ગાજર,
આદુ અને લસણ
બારીક સમારેલા શાકભાજી
બાફેલા નૂડલ્સ

રીત
વેજ સ્પિંગ રોલ બનાવવા માટે તમારી જરૂરિયાત મુજબ પાણી અને મીઠું ઉમેરીને લોટ ભેળવો. એક તપેલીમાં સમારેલા શાકભાજી અને મસાલા ઉમેરો અને 4 થી 5 મિનિટ સુધી પકાવો. એ બાદ ગૂંથેલા કણકને પાતળો રોલ કરો, તેમાં શાકભાજીની પેસ્ટ ભરો અને તેને કિનારીથી સારી રીતે સીલ કરો. હવે તેને તેલમાં તળી લો અને મહેમાનોને ચા સાથે ગરમાગરમ વેટ સ્પ્રિંગ રોલ્સ સર્વ કરો.