December 23, 2024

Good Friday પર PM મોદીએ ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કર્યું

PM Modi on Good friday: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગુડ ફ્રાઈડે (Good friday) પર ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કર્યું અને કહ્યું કે, તે દરેકને કરુણા અને ક્ષમાનો પાઠ શીખવે છે. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માને છે કે, ભગવાન ઇસુએ મનુષ્યોના કલ્યાણ માટે પોતાનું જીવન બલિદાન આપ્યું હતું. પીએમ મોદીએ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યુ કે, આજે ગુડ ફ્રાઈડે પર આપણે ઈસુ ખ્રિસ્તના ગહન બલિદાનને યાદ કરીએ છીએ. તેમણે આપણને કરુણા અને ક્ષમાનો પાઠ ભણાવ્યો છે. તેમાંથી દરેકને શક્તિ મળે છે.

આ પણ વાંચો: નરેન્દ્ર મોદી-બિલ ગેટ્સ વચ્ચે સંવાદ, PMએ કહ્યું – નવી પેઢીને તૈયાર કરવાની ઇચ્છા

ગુડ ફ્રાઈડે શા માટે ઉજવવામાં આવે છે?
ગુડ ફ્રાઈડે શોકના દિવસ તરીકે મનાવવામાં આવે છે. બાઇબલ અનુસાર, આ દિવસે ભગવાન ઇસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા. આ દિવસે ખ્રિસ્તી ધર્મના લોકો ભગવાન ઇસુએ સહન કરેલ યાતનાઓને યાદ કરીને કાળા વસ્ત્રો પહેરે છે. સાથે સાથે ઇસુ ખ્રિસ્તના બલિદાનને પણ યાદ કરે છે. આ દિવસની ઉજવણીનો હેતુ એ છે કે માણસોએ પણ ઈસુ ખ્રિસ્ત જેવા લોકો પ્રત્યે ક્ષમા અને દયાની લાગણી વિકસાવવી જોઈએ.