December 27, 2024

ભારતમાં થોડા ટાઈમમાં બંધ થઈ જશે પેટ્રોલ-ડીઝલની ગાડીઓ?

અમદાવાદ: આજના સમયમાં હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સોનું જેટલું કિંમતી છે તેટલું જ હવે પેટ્રોલ-ડીઝલ કિંમતી છે. સામાન્ય માણસો જોડે વાહન તો હોય પરંતુ લોકોને વાહન કરતાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ પડી રહ્યું છે. જેના કારણે મોટા ભાગના લોકો હવે ઈલેક્ટ્રીક વાહનો તરફ વળ્યાં છે.

ઈલેક્ટ્રીક વાહનો તરફ વળ્યાં
મોટા ભાગના લોકો ઈલેક્ટ્રીક વાહનો તરફ વળ્યાં છે. ટેકનોલોજી ક્ષેત્રે જેટલો વધારો થઈ રહ્યો છે તેટલા જ સામે બદલાવ આવી રહ્યા છે અને ઓપશન પણ મળી રહ્યા છે. શું ભારતમાં સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો શક્ય છે? તેના જવાબમાં નીતિન ગડકરીએ જવાબ આપતા કહ્યું કે આ વાત શક્ય છે, હા એ વાત છે કે તે મુશ્કેલ તો છે જ પરંતુ અશક્ય નથી. આ મારો અભિપ્રાય છે.

આ પણ વાંચો: મોબાઈલ બનાવતી કંપનીએ EV બનાવ્યું, 2 સેકન્ડમાં 100 પર સ્પીડ!

અત્યંત મુશ્કેલ છે
નીતિન ગડકરી કહ્યું કે ભારત ઈંધણની આયાત પર 16 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે.ઈંધણની આયાત પર નીતિન ગડકરીએ ફાયદા પણ ગણાવ્યા હતા. જેમાં તેમણે કહ્યું કે આ જે નાણા છે તેનો ઉપયોગ ખેડૂતોના જીવનને સુધારવા માટે કરવામાં આવશે. આ સાથે ગામડાઓમાં સુધારો આવશે અને યુવાનોને રોજગારી મળશે. GST ઘટાડીને 5 ટકા અને ફ્લેક્સ એન્જિન પર 12 ટકા કરવાનો પ્રસ્તાવ નાણાં મંત્રાલયને મોકલી દેવામાં આવ્યો છે. તેમણે વિશ્વાસ બતાવ્યો હતો કે આવનારા વર્ષોમાં ઘણી બધી વસ્તુઓ બદલાઈ જશે. ગડકરીએ માહિતી આપતા જણાવ્યું કે બજાજ, ટીવીએસ અને હીરો જેવી ઓટોમોટિવ કંપનીઓ પણ ફ્લેક્સ એન્જિનનો ઉપયોગ કરીને મોટરસાઈકલ બનાવવામાં આવી રહી છે. આજ ટેક્નોલોજીથી બનેલા થ્રી-વ્હીલર પણ આવી રહ્યા છે. જેના કારણે તમામને ફાયદો થશે.