December 23, 2024

નવસારી: પરિણીત પ્રેમિકાની હત્યાનો ભેદ પાંચ દિવસ બાદ ઉકેલાયો

જીગર નાયક, નવસારી: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના અબ્રામા ગામે પાંચ દિવસ પહેલાં રહસ્યમય હાલતમાં મહિલાની લાશ મળતા ચકચાર મચી હતી જેનો ભેદ પાંચ દિવસ બાદ ખુલ્યો છે અને પ્રેમીએ જ પરિણીત પ્રેમિકાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં અબ્રામા ગામે 36 વર્ષીય મહિલા મુક્તિ પટેલની 29 માર્ચના રોજ શંકાસ્પદ હાલતમાં તેના પિયરના પાછળના વાડામાં સળગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેમાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસ દ્વારા હ્યુમન ઈન્ટેલિજન્સની અને સીસીટીવીની મદદથી આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર હત્યા કરનાર આરોપી રાજેશ અને મુક્તિ એક જ શાળામાં નોકરી કરતા હતા અને એકબીજાના પ્રેમમાં હતા.

મુક્તિ દ્વારા રાજેશ પાસે અવર નવર પૈસાની માંગણી કરવામાં આવી હતી એવામાં જ crime patrol જોઈ હત્યા કરવાનું ષડયંત્ર આરોપી દ્વારા કરવામાં આવ્યું હતું. આરોપીએ પહેલા મહિલાનું ગળું દબાવી હત્યા કરી અને ત્યારબાદ ડીઝલ છાંટી મુક્તિના ઘરના પાછળના ભાગે એને સળગાવી દેવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતાને જોઈ પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા અને આરોપીને પકડી આગળની તપાસ શરૂ છે સમગ્ર મામલાને લઈને આગામી દિવસોમાં પણ વધુ ખુલાસા થઈ શકે એવી શક્યતાઓ છે ત્યારે પોલીસે એફએસએલ અને ઇન્ટેલિજન્સ ની મદદથી આરોપીને ડબોચી લીધો છે સમગ્ર મામલાને લઈને વધુ તપાસ એલસીબી પોલીસ કરી રહી છે.