શું ટાઈગર-દિશાનું થયું પેચઅપ! અભિનેતાએ કહ્યું-‘મારી એક જ દિશા છે’
મુંબઈ: ટાઈગર શ્રોફ અને દિશા પટણી બંનેએ લાંબો સમય સાથે વિતાવ્યો છે. જોકે, બંને એક્ટર અને એક્ટ્રેસે ક્યારેય પણ પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી કે બ્રેકઅપ વિશે પણ કંઈ કહ્યું નથી. બ્રેકઅપના સમાચાર પછી પણ દિશા પટણી ઘણીવાર ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ સાથે જોવા મળતી હતી અને એવી અટકળો પણ વહેતી થઈ હતી કે તે બંનેનું હવે પેચઅપ થઈ ગયું છે. આ સમાચારો પછી, જ્યારે પણ ટાઇગર શ્રોફ જોવા મળે છે, મીડિયા તેને દિશા પટણી વિશે પ્રશ્નો પૂછવાનું ભૂલતું નથી. આ વખતે પણ કંઈક એવું જ થયું. પરંતુ આ વખતે ટાઈગર શ્રોફે શરમાવાને બદલે દિશા સાથે જોડાયેલા સવાલનો ખૂબ જ ફની રીતે જવાબ આપ્યો.
ટાઇગરનો મજેદાર જવાબ
આ દિવસોમાં ટાઈગર શ્રોફ અક્ષય કુમાર સાથે તેની આગામી ફિલ્મ બડે મિયાં, છોટે મિયાંનું પ્રમોશન કરી રહ્યો છે. આ સમય દરમિયાન, બંને કેટલીક રસપ્રદ પ્રવૃત્તિઓ કરે છે અને કેટલીકવાર તેમની વાતોને કારણે હેડલાઇન્સમાં રહે છે. ખાસ કરીને ટાઈગર શ્રોફને દિશા પટણીને લગતા પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે છે. આ વખતે જ્યારે ટાઈગર શ્રોફ મીડિયાનો સામનો કર્યો ત્યારે એક મીડિયા વ્યક્તિએ શબ્દો સાથે રમત રમતા પૂછ્યું, તમે સિંગલ છો, તમારું જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે? જરા પણ વિલંબ કર્યા વગર ટાઈગર શ્રોફે પણ આનો ફની જવાબ આપ્યો.
ટાઇગર શ્રોફનો જવાબ
અગાઉ ટાઈગર શ્રોફ આવા સવાલો પર ઘણી વાર શરમ અનુભવતો હતો અથવા તો શરમાઈ જતો હતો. પરંતુ આ વખતે તેણે હસીને કહ્યું કે મારી પાસે જીવનની એક જ દિશા છે. હા, અને તે મારું કામ છે. અગાઉ આ ફિલ્મના પ્રમોશન દરમિયાન દિશા અને ટાઈગર શ્રોફ સાથે સવાલ-જવાબનો સિલસિલો પણ શરૂ થયો હતો. જ્યારે એક પ્રમોશનલ ઇવેન્ટમાં, અક્ષય કુમારે કટાક્ષ કર્યો હતો કે હું ટાઇગરને કહીશ કે હંમેશા એક જ દિશામાં રહે. આ સાંભળીને ત્યાં હાજર બધા હસી પડ્યા અને ટાઈગર શ્રોફ શરમાતો જોવા મળ્યો હતો.