January 3, 2025

કમિન્સને પછાડીને અર્શદીપ આગળ, બનાવ્યો આ નવો રેકોર્ડ

IPL 2024ની 23મી મેચ પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટોસ જીત્યા બાદ પંજાબના કેપ્ટન શિખર ધવને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે મહદઅંશે સાચો સાબિત થયો હોવાનું જણાયું હતું. આ મેચમાં પંજાબના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો છે. આ સાથે અર્શદીપે સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જોકે, રેકોર્ડ મામલે ભલે પંજાબની ટીમ આગળ હોય પણ મેચ હારી જતા ફરી ખોટ ખાવાનો વારો આવ્યો છે.

અર્શદીપે નવો રેકોર્ડ બનાવ્યો છે
સનરાઈઝર્સ હૈદરાબાદ સામે અર્શદીપ સિંહ શાનદાર બોલિંગ કરી રહ્યો હતો. અર્શદીપે એક જ ઓવરમાં સનરાઈડર્સ હૈદરાબાદને બે મોટા ઝટકા આપ્યા હતા. અર્શદીપે પહેલા ટ્રેવિસ હેડ અને પછી એડન માર્કરામને પેવેલિયન મોકલ્યો હતો. આ સાથે T20 ક્રિકેટમાં અર્શદીપના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો છે. અર્શદીપે T20 ક્રિકેટમાં 150 વિકેટ પૂરી કરી લીધી છે. જે એક સિદ્ધિ સમાન છે. અર્શદીપે પોતાની 123મી મેચમાં 150 ટી20 વિકેટ લીધી છે. હવે અર્શદીપે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સને પણ પાછળ છોડી દીધો છે. પેટ કમિન્સને તેની 150 ટી20 વિકેટ પૂરી કરવા માટે 134 મેચનો સમય લાગ્યો હતો. જે બાદ અર્શદીપ હવે તેનાથી આગળ નીકળી ગયો છે.

આ પણ વાંચો: IPL 2024: ભુવનેશ્વર કુમારે પંજાબ કિંગ્સ સામે બનાવ્યા બે મોટા રેકોર્ડ

મોટો ઝટકો લાગ્યો
સનરાઈઝર્સ હૈદરાબાદ સામેના પાવરપ્લેમાં પંજાબ કિંગ્સના બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. પંજાબના બોલરોએ પાવરપ્લેમાં હૈદરાબાદને 3 મોટા આંચકા આપ્યા હતા. જેમાં અર્શદીપ સિંહે એક જ ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય સેમ કુરેને એક વિકેટ લીધી હતી. પાવરપ્લેમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 3 વિકેટ ગુમાવીને 40 રન બનાવ્યા હતા. હૈદરાબાદે પાવરપ્લેમાં જ તેના ટોપ-3 બેટ્સમેન ગુમાવ્યા હતા. જોકે, હૈદરાબાદની ટીમને મોટો ઝટકો ત્યારે લાગ્યો ત્યારે ક્લાસેન આઉટ થયો હતો. એના કેચઆઉટ બાદ થોડા સમય માટે ટીમ પર પ્રેશર હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતુ.