IPL 2024: યુઝવેન્દ્ર ચહલે તોડ્યો 13 વર્ષ જૂનો રેકોર્ડ
IPL 2024: રાજસ્થાન રોયલ્સ ટીમને ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ સિઝનમાં રાજસ્થાનની પહેલી હાર થઈ હતી. પરંતુ મેચ દરમિયાન સ્પિનર યુઝવેન્દ્ર ચહલ આ મેચમાં એક મોટી સિદ્ધિ મેળવવામાં સફળ થયો છે.
જૂનો રેકોર્ડ તોડી નાખ્યો
ભારતીય ટીમનો સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ IPLની 17મી સીઝનમાં રાજસ્થાનની ટીમમાં છે. અત્યાર સુધીમાં ચહલે આ સિઝનમાં બેટિંગનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. તેણે 5 મેચમાં 10 વિકેટ લીધી હતી. તે પર્પલ કેપની રેસમાં પહેલા નંબર પર છે. ગઈ કાલની મેચમાં તેણે 4 ઓવરમાં 43 રન આપ્યા પરંતુ 2 વિકેટ પણ પોતાના નામે કરી હતી. IPLમાં રાજસ્થાન રોયલ્સ ટીમના પૂર્વ કેપ્ટન શેન વોર્નનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
આ પણ વાંચો: હાર્દિક પંડ્યા સાથે તેના જ ભાઇએ કરી કરોડોની છેતરપિંડી, પોલીસે કરી ધરપડક
વધુ વિકેટ લેનાર બોલર બન્યો
યુઝવેન્દ્ર ચહલ રાજસ્થાન રોયલ્સ તરફથી IPLમાં રમતી વખતે સૌથી વધુ વિકેટ લેવાના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. 2008 થી 2011 સુધી રાજસ્થાન રોયલ્સ ટીમ માટે કેપ્ટન તરીકે રમી ચુકેલા શેન વોર્ને 55 મેચમાં 57 વિકેટ લીધી હતી. સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ સિદ્ધાર્થ ત્રિવેદીના નામે છે. તેણે 76 મેચમાં 65 વિકેટ લીધી છે. બીજા સ્થાન પર શેન વોટસનનું નામ છે જેણે 78 મેચમાં 61 વિકેટ લીધી છે.IPLમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે યુઝવેન્દ્ર ચહલમાં હાલ પહેલા સ્થાન પર છે. તેણે 150 મેચ રમીને 21.25ની એવરેજથી 197 વિકેટ લીધી છે. તે હવે IPLમાં 200 વિકેટ પૂરી કરવાના આંકડાથી માત્ર 3 પગલાં દૂર છે. IPLમાં આ ઈતિહાસ રચનાર પ્રથમ ખેલાડી બની જશે. રાજસ્થાનની હવે આગળની મેચ 13 એપ્રિલે છે જે પંજાબની સામે રમાવાની છે.