December 30, 2024

અમદાવાદમાં આજે GT અને DC વચ્ચે ‘મહામુકાબલો’

GT vs DC: IPLની 17મી સિઝનની 32મી મેચ આજે છે. જેમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હીની ટીમ વચ્ચે મુકાબલો થવાનો છે. ગુજરાતની ટીમની વાત કરવામાં આવે તો તેણે 6 માંથી 3 મેચ જીતી છે. દિલ્હીની ટીમની વાત કરવામાં આવે તો તેણે 6માંથી 2માં જીત મેળવી છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનની 32મી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ગુજરાતની ટીમને શુભમન ગીલના નેતૃત્વ કરી રહ્યા છે. તેમની કપ્તાનીમાં અત્યાર સુધીમાં 6 મેચ રમી છે જેમાં 3 મેચમાં જીત મળી અને 3માં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હાલ પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો ગુજરાતની ટીમ હાલ 6 પોઈન્ટ ટેબલ પર છે. દિલ્હીની ટીમની વાત કરીએ તો આ સિઝનમાં ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ટોટલ 6 મેચ માંથી દિલ્હીની ટીમે 2માં જીત મેળવી છે. હાલમાં પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાન પર છે.

આ પણ વાંચો: આજની મેચ પહેલા ઋષભ પંત અને દિલ્હી કેપિટલ્સની મુશ્કેલીઓ વધી

11 ખેલાડીઓને સ્થાન આપો
ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની આ મેચની ડ્રીમ 11 ટીમમાં તમે વિકેટકીપર તરીકે ઋષભ પંતનો સમાવેશ કરી શકો છો. તેણે છેલ્લી ઘણી મેચમાં સારૂ પ્રદર્શન જોવા મળ્યું છે. . શુભમન ગિલને છેલ્લી કેટલીક મેચોમાં બેટથી સારી શરૂઆત મળી હતી પરંતુ તે મોટી ઇનિંગ્સ રમવામાં સફળ થઇ શક્યો ન હતો. જેના કારણે આજની મેચમાં તેવો મોટી ઇનિંગ્સ રમતા જોવા મળી શકવાની સંભાવનાઓ છે. ડેવિડ વોર્નરનું ફોર્મ આ સિઝનમાં અત્યાર કંઈ ખાસ પ્રદર્શન જોવા મળી રહ્યું નથી.

વાઇસ કેપ્ટન બનાવાયો
તમે તમારી ડ્રીમ 11 ટીમમાં સુકાની તરીકે શુભમન ગિલની પંસદગી કરી શકો છો. જેમાં તે ભલે ઘણી મેચમાં તે ઇનિંગ્સ રમવામાં સફળ ના થયો હોય પંરતુ તે રેકોર્ડ બનાવી શકે તેવો ખેલાડી છે. લખનૌ સામેની મેચમાં બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિકેટકીપર – ઋષભ પંત, બેટ્સમેન – શુભમન ગિલ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સાઈ સુદર્શન, પૃથ્વી શો, જેક ફ્રેઝર મેકગર્ક, ઓલરાઉન્ડર – અક્ષર પટેલ, બોલર – રાશિદ ખાન, કુલદીપ યાદવ (વાઈસ કેપ્ટન), મોહિત શર્મા, નૂર અહેમદ,