December 24, 2024

NewsCapital Impact: Maninagarમાં આવેલી નેલ્સન સ્કૂલની તપાસ હવે R&B ડિપાર્ટમેન્ટ કરશે

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ:  મણીનગર ખાતે આવેલી નેલ્સન સ્કુલની તપાસ હવે આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામા આવશે. મણીનગર ખાતે આવેલી નેલ્સન હાયર સેકન્ડરી સ્કુલ જર્જરીત હોવાનો અહેવાલ ન્યૂઝ કેપિટલમાં પ્રસારીત કરવામા આવ્યો હતો જેનો પડધો પડતા તેની તપાસ હવે આર એન્ડ બી ડીપાર્ટમેન્ટ કરી ને રિપોર્ટ સબમીટ કરશે જે બાદ સ્કુલ મામલે કાર્યવાહી કરવામા આવશે.

નેલ્સન સ્કુલને 1965માં ગલ્સ સ્કુલ તરીકે માન્યતા આપવામા આવી હતી અને હાલમાં 800 જેટલા વિદ્યાર્થીઓ સ્કુલમાં અભ્યાસ કરી રહ્યા છે. વાલીઓ અને આસપાસના રહીશોએ બિલ્ડીગ જર્જરીત હોવાની અનેકવાર સ્કુલ સચાલકોને ફરિયાદ કરી હતી. સ્કુલનું બિલ્ડીંગ આગળના ભાગથી નમી ગયું હોવાનું અને સ્ટ્રકચર નબળુ પડી ગયુ હોવાનું પણ ન્યૂઝ કેપિટલના કેમેરામા કેદ થયુ છે. મણીનગરમાં રહેતા એક જાગૃત નાગરિકે કોર્ટની પરમિશન લઇને 2013માં સ્ટ્રકચરલ એન્જિનિયર વડે તેને સ્ટેબીલીટી રિપોર્ટ કરાવ્યો હતો, જેમાં પણ આ બિલ્ડીંગ નબળુ પડી ગયુ હોવાનુ અને વિદ્યાર્થીઓ માટે જોખમી હોવાનુ સાબીત થઇ ચુક્યુ છે. રિપોર્ટમાં જણાવાવમાં આવ્યું છે કે, આ બિલ્ડીંગને તાત્કાલીક ઉતારી લેવામા નહીં આવે તો મોટી જાનહાની થઇ શકે છે. તેમ છતા પણ 10 વર્ષ બાદ પણ તંત્રએ આ મામલે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરી નથી જેનો અહેવાલ ન્ચૂઝ કેપિટલમાં પ્રસારીત કરવામા આવતા જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામા આવી હતી.

ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જીલ્લા શિક્ષણાધિકારી રોહીતો ચૌધરીએ જણાવ્યું હતું કે, ન્યૂઝ કેપિટલમાં એહવાલ પ્રસારીત થતા જ એજ્યુકેશન ઇન્સપેકટર દ્વારા તેની તપાસ કરવામા આવી હતી, પરંતુ સ્ટ્રકચર નબળું છે કે નહીં તે કચેરી તપાસી શકતી ન હોવાથી આ મામલે આર એન્ડ બી ડિપાર્ટમેન્ટને તાત્કાલીક અસરથી તેનો સ્ટ્રકચરનો રિપોર્ટ કરવા માટે જણાવાવામા આવ્યુ છે. રિપોર્ટ આવ્યા બાદ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામા આવશે. જો બિલ્ડીગ નબળુ હશે તો સ્કુલને તાત્કાલીક અસરથી બંધ કરીને અન્યત્ર ખસેડવામા આવશે.

ઉલ્લેખનીય છે કે સ્કૂલ સંચાલકે વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મુકતા પાછળના ભાગે આવેલા છાપરાવાળા બાથરૂમ પર જ પિલ્લર બનાવીને મોટી ભુલ કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે કોઇપણ બિલ્ડીંગ બને ત્યારે પિલ્રર બનાવીને તેના પર બિલ્ડીગ તૈયાર કરવામા આવે છે પરંતુ બિલ્ડીગના સપોર્ટ માટે સ્કુલ દ્વારા છાપરાવાળા બાથરૂમ પર જ પિલ્લર ચણી દેવામા આવતા સંચાલકની નીતિ ખુલ્લી પડી હતી.