December 22, 2024

ડબલિન જતી Qatar Airwaysની ફ્લાઈટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઘાયલ

Turbulence: દોહાથી આયર્લેન્ડ જતી કતાર એરવેઝની ફ્લાઈટમાં ટર્બ્યુલન્સને કારણે ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા છે.ઘાયલોમાં છ ક્રૂ મેમ્બર પણ સામેલ છે. રોયટર્સેના જણાવ્યા અનુસાર, કતાર એરવેઝની ફ્લાઈટ QR017, એક બોઈંગ 787 ડ્રીમલાઈનર, બપોરે 1 વાગ્યાના થોડા સમય પહેલા એરપોર્ટ પર ઉતરી હતી. ડબલિન એરપોર્ટના એક નિવેદનમાં ટાંકવામાં આવ્યું હતું કે, “લેન્ડિંગ પર, એરક્રાફ્ટને એરપોર્ટ પોલીસ અને અમારા ફાયર એન્ડ રેસ્ક્યૂ વિભાગ સહિતની કટોકટી સેવાઓ દ્વારા હાજરી આપવામાં આવી હતી. છ મુસાફરો અને છ ક્રૂ (કુલ 12) તુર્કી ઉપર ઉડતી વખતે પ્લેનમાં ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો તે પછી ઘાયલ થયાના અહેવાલ છે.

લંડનથી સિંગાપોરની ફ્લાઈટ પણ ફસાઈ ગઈ હતી
લંડનથી સિંગાપોર જતી સિંગાપોર એરલાઈન્સની ફ્લાઈટને ભારે ટર્બ્યુલન્સના કારણે બેંગકોકમાં ઉતરાણ કરવાની ફરજ પડી હતી તેના પાંચ દિવસ બાદ આ ઘટના બની હતી. જેના કારણે પ્લેન માત્ર પાંચ મિનિટમાં 6,000 ફૂટ નીચે પડી ગયું હતું. આ ઘટનામાં 73 વર્ષીય બ્રિટિશ વ્યક્તિનું મોત થયું હતું અને 20 અન્ય લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.

ઘણા મુસાફરોની કરોડરજ્જુ તૂટી ગઈ હતી અને ઘણાને માથામાં ઈજા થઈ હતી.
એપીના અહેવાલ મુજબ, ફ્લાઈટમાં ઓછામાં ઓછા 22 મુસાફરોને કરોડરજ્જુમાં ઈજા થઈ હતી, જ્યારે બે વર્ષના બાળક સહિત અન્ય છ લોકોને માથામાં ઈજા થઈ હતી. શનિવારે બેંગકોકની એક હોસ્પિટલે જણાવ્યું હતું કે સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટમાં સવાર 43 લોકો હોસ્પિટલમાં દાખલ છે.