December 19, 2024

ક્યારે થઈ હતી T20 World Cupની શરૂઆત?

T20 World Cup: ટી20 વર્લ્ડ કપનું 9મું એડિશન 1 જૂનથી વેસ્ટઈન્ડિઝ અને અમેરિકામાં શરૂ થવાનું છે. આ વખતે ખાસ એ છે કે 20 ટીમો એકબીજા સાથે ટકરાશે. ગુજરાતમાંથી તો ક્રિકેટ ચાહકો અમેરિકામાં મેચ જોવા માટે જવાના છે. પરંતુ શું તમને ખબર છે કે આ ટુર્નામેન્ટની શરૂઆત કયારે થઈ હતી અને પહેલા ટી20 વર્લ્ડ કપ વિજેતા કોણ છે.

સ્ટેડિયમમાં રમાઈ હતી
પ્રથમ ટી20 વર્લ્ડ કપ 13 દિવસ સુધી રમાણી હતી. પહેલી મેચ વર્ષ 2007ના 11 સપ્ટેમ્બરના રમાણી હતી. આ મેચ દક્ષિણ આફ્રિકાના 3 ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં કેપટાઉનનું ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ, ડરબનનું કિંગ્સમીડ ક્રિકેટ સ્ટેડિયમ, જોહાનિસબર્ગનું વાન્ડરર્સ સ્ટેડિયમ હતું. જેમાં ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં 22 હજાર દર્શકોની ક્ષમતા હતી. ડરબનનું કિંગ્સમીડ ક્રિકેટ સ્ટેડિયમમાં 25 હજાર દર્શકોની સંખ્યા હતી. જોહાનિસબર્ગનું વાન્ડરર્સ સ્ટેડિયમમાં 34 હજાર દર્શકોની ક્ષમતા હતી.

દેશોની વચ્ચે મેચ રમાઈ
ટી20 વર્લ્ડ કપની પહેલી મેચમાં 12 દેશો વચ્ચે રમાઈ હતી. આ મેચ 13 દિવસ સુધી ચાલી હતી. 13 દિવસ સુધી ચાલેલા ટી20 વર્લ્ડ કપમાં 12 દેશોની વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં 10 મોટી ટીમો સામેલ હતી જે ટેસ્ટ મેચ રમતી હતી. આ ટુર્નામેન્ટમાં ક્રિકેટની મોટી ટીમોમાં ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, વેસ્ટઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેની સાથે-સાથે કેન્યા અને સ્કોટલેન્ડ જેવી નવી ઊભરતી ટીમો પણ સામેલ હતી.

આ પણ વાંચો: વર્લ્ડ ચેમ્પિયન બનશે તે ટીમને મળશે અધધધ… રકમ; જાણો તમામ માહિતી

પહેલો ટી20 વર્લ્ડ કપ કોણે જીત્યો?
હવે તમને સવાલ થશે કે પહેલો ટી20 વર્લ્ડ કપ કોણે જીત્યો હતો. વર્ષ 2007ની પહેલી ફાઈનલ મેચ 24 સપ્ટેમ્બર ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાઈ હતી. આ મેચનું આયોજન જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. તે સમયે ભારતે ટોસ જીત્યો હતો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા હતા. પાકિસ્તાન 20 ઓવર પણ મેદાન પર ટકી શક્યું નહીં. ભારતે પહેલો ટી20 વર્લ્ડ કપ 5 રનથી જીતી લીધો હતો. તમને જણાવી દઈએ કે આ સમયે મેચ ટાઈ થવા પર એક નવો નિયમ બનાવવામાં આવ્યો છે. જેમાં ટુર્નામેન્ટમાં ટાઈને ઉકેલવા માટે એક અનોખા નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ નિયમનું નામ બોલ-આઉટ રાખવામાં આવ્યું છે. આ નિયમ એટલે કે બોલ-આઉટનો ઉપયોગ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ગ્રૂપ સ્ટેજની મેચમાં થયો હતો.