Motera-Gandhinagar મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં, Sabarmati-Narmada કેનાલના પુલનું લોડ ટેસ્ટિંગ કર્યું
અમદાવાદઃ મોટેરાથી ગાંધીનગર સેકટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તે અનુસંધાને આ રૂટમાં આવતા મુખ્ય બે પુલ, ગિફ્ટસિટી પાસે સાબરમતી પરનો પુલ અને સુઘડ પાસે નર્મદા કેનાલ પરનો કેબલ સ્ટેડ પુલની ઉપર લોડ ટેસ્ટિંગ કર્યું હતું.
આ ઉપરાંત અન્ય જગ્યાઓ પર લોડ ટેસ્ટિંગ તથા સ્ટેશનોની કામગીરી આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે અને જૂન મહિનાના અંત સુધીમાં CMRS (કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી)ને ચકાસણી કરવા વિનંતિ કરવામાં આવશે. આ તમામ પ્રક્રિયામાં તેમનું રીમાર્કસ, તેનું કોમ્પલાયન્સ પૂર્ણ કર્યા બાદ આખરી મંજૂરી મેળવીને જુલાઈ મહિનાના અંતની આસપાસ મેટ્રો દોડાવાશે તેવું ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડની અખબારી યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચોઃ દીવના તમામ બિચ પર 3 મહિના સુધી ન્હાવાનો પ્રતિબંધ
બ્રિજ પર 303 મીટરનો સ્પાન તૈયાર કર્યો
આ એક્સ્ટ્રાડોઝ બ્રિજ પર 145 મીટર લંબાઈનું સેન્ટ્રલ સ્પાન (ગર્ડર) તેમ જ આજુબાજુના બે સ્પાન 79-79 મીટરના છે. આ બ્રિજનો સ્પાન 303 મીટર લાંબો તૈયાર કરવાની સાથે નર્મદા કેનાલમાં 6 પિલર તૈયાર કર્યા છે. પિલર પરના સ્પાનમાં 105 સેગમેન્ટ લગાવાયા છે. તેની સાથે જ બ્રિજમાં 28.1 મીટરની ઊંચાઈના 4 પાયલોન (કેબલના પિલર) તૈયાર કરાયા છે. એ જ રીતે એક પાયલોનમાં 9 કેબલ લગાવવામાં આવ્યા છે.