10,000નું એક વખતનું રોકાણ અને જીંદગીભર ફાયદો જ ફાયદો
આજના સમયમાં દરેક વ્યક્તિ નોકરીની સાથે સાથે પોતાનો નાનો વ્યવસાય પણ ચલાવવાની ઈચ્છા રાખે છે. એક સાઈડ ઈન્કમ માટે લોકો ઘણી બધી સ્કીમો અને પોલિસીઓમાં રોકાણ કરે છે. ત્યારે આવી જ એક પોલિસી લઈને અમે આવી ગયા છીએ. માત્ર એક વખત 10 હજાર ભરીને ઝંઝટ વગર દર મહિને પૈસા મેળવો.
તમે 10 રૂપિયા જમા કરીને દર મહિને કમાશો!
અમે પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝ યોજનાના લાભો વિશે વાત કરી રહ્યા છીએ. નવી ફ્રેન્ચાઇઝી સ્કીમ 1 ફેબ્રુઆરી 2024થી શરૂ થવાની છે. આ નવી યોજના શરૂ કરવા પાછળનું કારણ લોકોને વધુમાં વધુ પોસ્ટ ઓફિસની સુવિધા આપવાનું છે.
પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝ યોજના પાત્રતા માપદંડ
જો તમે 10મું પાસ છો અને તમે સ્થાનિક ભાષા જાણતા હોવા ઉપરાંત કમ્પ્યુટર અને સ્માર્ટફોનનું સારું જ્ઞાન ધરાવો છો, તો તમે પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી ખોલવા માટે અરજી કરી શકો છો. આ સિવાય તમારી પાસે પાન કાર્ડ હોવું પણ જરૂરી છે.
પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી કેવી રીતે બનવું?
જો તમે ફ્રેન્ચાઇઝી બનવા માટે લાયક છો તો તમે તમારા વિસ્તારની મોટી પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકો છો. ડિપોઝિટ તરીકે પોસ્ટ ઓફિસમાં તમારે 10,000 રૂપિયા જમા કરાવવા પડશે.
ફ્રેન્ચાઇઝી કેવી રીતે કમાશે?
ફ્રેન્ચાઇઝીની કમાણી ફ્રેન્ચાઇઝ કમિશન દ્વારા થશે. તમને રજિસ્ટર્ડ લેટર દીઠ 3 રૂપિયાનું કમિશન મળશે. 200 રૂપિયાથી વધુના મની ઓર્ડર દીઠ 5 રૂપિયા કમિશન અને પોસ્ટલ સ્ટેમ્પ અને સ્ટેશનરીના વેચાણ દીઠ 5 ટકા કમિશન મળશે. ફ્રેન્ચાઇઝીઓ માટે સૌથી વધુ કમાણી બુક કરેલી સ્પીડ પોસ્ટ વસ્તુઓ દ્વારા કરી શકાય છે. તેઓ દર મહિને 7% થી 25% સુધીનો નફો મેળવી શકે છે.