December 23, 2024

પૂર્વ દિગ્ગજ ભારતીય ખેલાડીએ રોહિત શર્માને લઇ કર્યા ભરપેટ વખાણ, કહી દીધું એવું કે…

ટીમ ઈન્ડિયા મોહાલીમાં અફઘાનિસ્તાન સામે T20 સીરીઝની પ્રથમ મેચ રમશે. રોહિત શર્મા લાંબા સમય બાદ ભારતીય T20 ટીમમાં પરત ફર્યો છે. આ સીરીઝમાં રોહિત ભારતની કેપ્ટનશીપ કરશે. પૂર્વ ભારતીય ક્રિકેટર સબા કરીમે રોહિત શર્માના ખૂબ વખાણ કર્યા છે. તેમનું માનવું છે કે રોહિતમાં હજુ પણ મેચ જીતવાની ભૂખ છે. તે હજુ પણ એટલો જ આક્રમક ખેલાડી છે જેટલો તે પહેલા હતો.

સબા કરીમે વર્લ્ડ કપનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, “રોહિત શર્માની કારકિર્દીનો આ ખૂબ જ સારો તબક્કો છે. વર્લ્ડ કપ દરમિયાન તેણે જે રીતે ભારતની કેપ્ટનશીપ કરી તે દર્શાવે છે કે તેનામાં હજુ પણ જીતની ભૂખ છે. તે સારા ફોર્મમાં છે અને તેની ફિટનેસ પણ ઘણી સારી છે. આ જ કારણ છે કે ભારતીય પસંદગીકારોએ રોહિતને ફરીથી પસંદ કર્યો છે. તે કેપ્ટન અને બેટ્સમેન તરીકે ટીમ માટે મદદરૂપ સાબિત થશે.

રોહિતે વર્લ્ડ કપ 2023 દરમિયાન ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે બીજા ક્રમે હતો. રોહિતે 11 મેચમાં 597 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી હતી. રોહિત આ પહેલા પણ ઘણી વખત ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કરી ચુક્યો છે. પરંતુ તે લાંબા સમયથી ભારતીય T20 ટીમની બહાર હતો. રોહિતે તેની છેલ્લી ટી20 મેચ નવેમ્બર 2022માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. હવે તે પાછો ફર્યો છે.

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા પહેલાથી જ T20 વર્લ્ડ કપ 2024ની તૈયારી કરી રહી છે. તેથી રોહિતની સાથે વિરાટ કોહલીને પણ તક મળશે. રોહિતની સાથે કોહલીની પણ લાંબા સમય બાદ ટીમમાં વાપસી થઈ છે. ઉલ્લેખનીય છે કે  જોકે, પ્રશંસકોને પ્રથમ ટી20માં માત્ર રોહિત શર્માને રમતા જોવાની તક મળશે કારણ કે વિરાટ કોહલી આ મેચમાં રમી શકશે નહીં. ટીમના કોચ રાહુલ દ્રવિડે મેચના એક દિવસ પહેલા આ માહિતી આપી હતી.
છેલ્લા 14 મહિનાથી આ ફોર્મેટથી દૂર રહેલા કોહલીને ફરીથી જોવા માટે ટીમ ઈન્ડિયાના ચાહકોએ રાહ જોવી પડશે. કોહલીની જેમ 14 મહિના બાદ આ ફોર્મેટમાં વાપસી કરી રહેલો કેપ્ટન રોહિત શર્મા પણ પ્રથમ મેચથી જ વાપસી કરશે. જોકે, એવા અહેવાલો આવ્યા છે કે રોહિત મેચના એક દિવસ પહેલા પણ મોહાલી પહોંચ્યો ન હતો.